પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ – ૧૧
બીથોવન

બીથોવન કુટુંબ

નેધર્લૅન્ડ્સમાં પિતૃપક્ષે બીથોવનના વડવાઓ પહેલાં લૂવેઈન અને પછી એન્ટ્‌વર્પમાં વસતા હતા. બીથોવનના જાડા કાળાભમ્મર વાળ અને ઘેરી ઘઉંવર્ણી ત્વચાને કારણે મિત્રોમાં એ ‘સ્પૅનિયાર્ડ’ તરીકે ઓળખાતો. સત્તરમી સદીમાં નેધર્લૅન્ડ્સ પરના સ્પેનિશ રાજને ગણતરીમાં લેતાં એ વાતને નકારી શકાય નહિ કે એની નસોમાં સ્પૅનિશ લોહી પણ વહેતું હતું. બીથોવનના દાદા લૂઈ ફાન બીથોવનનો જન્મ 1712ના ડિસેમ્બરની ત્રેવીસમીએ એન્ટ્‌વર્પમાં થયેલો. ઓગણીસ વરસની ઉંમરે એણે ઘર છોડેલું અને પછી બે વરસ રઝળપાટ કરીને એકવીસ વરસની ઉંમરે એ જર્મની જઈ બૉનમાં સ્થિર થયો. એ શહેરમાં કોલોનના ઈલેક્ટરના દરબારની સેવામાં બાસ (મંદ્ર સપ્તકોમાં) ગાયક તરીકે એ જોડાયેલો. બેતાળીસ વરસ સુધી એ નોકરી કર્યા પછી ત્યાં જ તે અવસાન પામ્યો. પોતાની બાવીસ વરસની ઉંમરે એણે લગ્ન કરેલું. સંતાનોમાંથી માત્ર એક જ છોકરો બાળપણ વળોટીને મોટો થયેલો. એ હતો 1739 કે 1740માં જન્મેલો જોહાન. જોહાન પણ કોલોનના ઈલેક્ટરના દરબારમાં ટેનર (પ્રમાણમાં ઊંચાં સપ્તકોમાં ગાનાર) ગાયક તરીકે જોડાયેલો. પણ ફાન લૂઈની પત્ની (એટલે કે જોહાનની માતા અને મહાન સંગીતકારની દાદી) દારૂની લતે ચઢી ગયેલી; અને જોહાનને પણ એ લત વારસામાં મળેલી. માદીકરો બંને મોટે ભાગે ઢીંચીને ટલ્લી થઈને પડેલાં હોય. 1763માં ત્રેવીસચોવીસ વરસની ઉંમરે જોહાને મારિયા મૅગ્ડેલીના હેઇમ નામની અઢાર વરસની એક વિધવા સાથે લગ્ન કર્યાં. એની પિયરની અટક

૧૧૯