પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
મોત્સાર્ટ અને બીથોવન
 


હતી કૅવેરીચ. મારિયાનો પિતા ઍહ્રેન્બ્રીટ્સીન મહેલમાં મુખ્ય રસોઈયો હતો. જોહાન અને મારિયાનાં ત્રણ બાળકો બાળપણ વળોટી મોટાં થયાં. 1770ના ડિસેમ્બરની સોળમીએ મહાન સંગીતકાર લુડવિગ ફાન બીથોવન જન્મ્યો. 1774ના એપ્રિલની આઠમીએ કાસ્પર ઍન્ટોન કાર્લ જન્મ્યો અને 1776ના ઑક્ટોબરની બીજીએ નિકોલસ જોહાન જન્મ્યો. આ બે ભાઈઓની વિગતોમાં પછીથી ઊતરીશું.

બીથોવનની માતા હંમેશાં વિશાદગ્રસ્ત, ચિંતાગ્રસ્ત અને તણાવગ્રસ્ત રહેતી. એની એક સહેલીના કહેવા મુજબ તો એણે એને કદી પણ હસતી જોયેલી જ નહિ. ઓગણીસ વરસની ઉંમર પહેલાં જ એ પોતાનાં પિતા, માતા અને પતિના મૃત્યુની સાક્ષી બનેલી. કદાચ તેથી એ હંમેશાં હતાશ, દુઃખી અને ગંભીર જ રહેતી. વળી જોહાનની અપૂરતી કમાણીમાં ત્રણ છોકરાને ઉછેરવાની જવાબદારીને કારણે એની તબિયત કે મૂડમાં સુધારા માટે કોઈ અવકાશ નહોતો. એ ઉપરાંત બીજાં ત્રણ બાળકો પણ જન્મેલાં પણ એ ઝાઝું જીવેલાં નહિ. એક છ દિવસ, બીજું પાંચ દિવસ તથા ત્રીજું અઢી વરસ જીવીને મરી ગયેલાં. દારૂ ઢીંચી ઢીંચીને બીથોવનની માતા ચાળીસ વરસની ઉંમરે ગુજરી ગયેલી.

બીથોવનનું બાળપણ

અનન્ય સંગીતપ્રતિભાના જે ચમકારા મોત્સાર્ટે ચાર વરસની ઉંમરથી બતાવવા શરૂ કરેલા એવા કોઈ ચમકારા બીથોવને બાળપણમાં બતાવેલા નહિ. એટલું જ નહિ, પિતા જ એને બળજબરીથી સંગીતના વ્યવસાયમાં ઢસડી લાવ્યો. ઈલેક્ટરે જોહાનને પોતાના કોયર અને ઑર્કેસ્ટ્રાના કપલમેઇસ્ટરના પદ ૫૨ ગોઠવ્યો. ઈલેક્ટરના દરબારી સંગીતકારની પદવી પર નજર રાખીને પિતાએ એને સંગીતનું છૂટુંછવાયું થોડું શિક્ષણ આપ્યું. વ્યવસ્થિત શિક્ષણ તો એણે પછીથી મેળવ્યું : બાળપણમાં બીથોવને મુખ્યત્વે વૃદ્ધ દરબારી