પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
મોત્સાર્ટ અને બીથોવન
 

સત્તર વરસની ઉંમરે બીથોવને થોડા મહિના વિયેનામાં ગાળ્યા. એ માટેનાં નાણાં એણે ક્યાંથી મેળવ્યાં એની માહિતી નથી મળતી, પણ એટલું ચોક્કસ છે કે એ મોત્સાર્ટને મળ્યો અને એની પાસેથી થોડા સંગીતપાઠ પણ ગ્રહણ કર્યા. મોત્સાર્ટના પિયાનો કન્ચર્ટોના જાહેર જલસામાં મોત્સાર્ટને પિયાનો વગાડતો પણ સાંભળ્યો. મોત્સાર્ટનું પિયાનોવાદન એને સહેજ ખચકાતું જણાયું. મોત્સાર્ટે પોતાના મિત્રો આગળ જે ભવિષ્યવાણી કરી તે સાચી પડીને જ રહી : “એક દિવસ આખી દુનિયાને મોઢે બીથોવનનું નામ રમતું થશે.” પણ બંને પરસ્પર કોઈ પ્રભાવ પાડી શક્યા નહિ.

ડિપ્રેશન-મેલાન્કોલિયાનો પહેલો હુમલો

થોડા મહિનામાં જ માતાની માંદગીના સમાચાર આવ્યા તેથી બીથોવને તરત જ બૉન પાછા જવું પડ્યું. ત્યાં એને એ વખતે વ્યગ્રતા, ખિન્નતા, હતાશા અને અકળામણથી પીડતો ડિપ્રેશન–મેલાન્કોલિયાનો પહેલો હુમલો આવ્યો. ભવિષ્યમાં એના હુમલા તો અવારનવાર આવનાર હતા. એની માતાને પણ એ રોગ હતો. એની પાસેથી જ એ વા૨સો એને મળેલો. પણ માતા તો દારૂડિયણ પણ હતી તેથી પોતે પણ દારૂડિયો થઈ જાય એવી ચિંતા અને દહેશત બીથોવનને પેઠી. પણ ડિપ્રેશન–મેલાન્કોલિયા સાથે ભલે દારૂની લત ના વળગી પણ (અસ્મા) અસ્થ્માનો વ્યાધિ તો વળગ્યો જ.

1788માં ઈલેક્ટરે થિયેટર અને ઑર્કેસ્ટ્રાનું પુનર્ગઠન કર્યું. ઑર્કેસ્ટ્રામાં બીથોવનને વાયોલિનિસ્ટનું સ્થાન મળ્યું. એ નોકરીમાં એણે ચાર વરસ વિતાવ્યાં એ દરમિયાન બધા જ પ્રકારના અને બધી જ શૈલીના ઑપેરાથી એ પૂરો પરિચિત થઈ ગયો. પણ ત્યાં સુધીમાં એનો પિતા તો દિવસરાત ઢીંચી ઢીંચીને સાવ જ દારૂડિયા થઈ ગયેલો તેથી ઘરમાં પૈસા જ આપી શકતો નહિ. બીજે જ વર્ષે 1789માં પિતા ઈલેક્ટરની નોકરીમાંથી નિવૃત્ત થતાં એના પગાર જેટલું જ