પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૨૫
 

વાંચીને જ ખાતરી થઈ ગયેલી કે એ જ વર્ષે અવસાન પામેલા મહાન મોત્સાર્ટનો આત્મા બીથોવનમાં પ્રવેશ્યો છે.

ઇલેક્ટર પાસેથી મંજૂરી મેળવીને કાઉન્ટ વૉલ્સ્ટીન 1792ની પાનખરમાં બીથોવનને બૉનથી વિયેના લઈ આવ્યો અને બુઝુર્ગ હાયડન હેઠળ સંગીત-શિષ્ય તરીકે એને ગોઠવ્યો. પણ વિયેનામાં બૉનનો ઘરઝુરાપો બિચારા બીથોવનનો પીછો નહોતો છોડતો. ‘હું બૉન પાછો આવીને જ જંપીશ’ એવા કાગળો એ લખતો રહેલો. તેથી એનું મનોબળ મક્કમ કરવા માટે વૉલ્ટીને એને લખ્યું :

પ્રિય બીથોવન,
લાંબા સમય સુધી નહિ ફળેલી તમન્ના પૂરી કરવા તું વિયેના ગયો છું. મોત્સાર્ટના મૃત્યુને કારણે એની રખડી પડેલી પ્રતિભા પનાહ મેળવવા માટે રડી અને કકળી રહી છે. હાયડનમાં એને કામચલાઉ હંગામી આશરો મળ્યો છે પણ એ કાયમી મુકામ નથી. હાયડન પાસેથી તાલીમ મેળવીને મોત્સાર્ટની પ્રતિભાને તારા વ્યક્તિત્વમાં મુકામ આપવાનું ધ્યેય તારે પાર પાડવાનું છે.
– તારો સાચો મિત્ર વૉલિસ્ટન
 
બૉન, ઑક્ટોબર 29,1792
 

બીથોવને વિયેનામાં વસવાટ શરૂ કર્યો ત્યારે કોલોનનો ઇલેક્ટર એને એના પિતાના પગારનો અડધો હિસ્સો પેન્શન તરીકે અને બાકીનો અડધો હિસ્સો ખુદ પિતાને પેન્શન તરીકે આપતો હતો. પણ પિતા તો બીથોવનના વિયેના આવ્યા બાદ બે મહિનામાં જ 1792ના નવેમ્બરની અગિયારમીએ અવસાન પામ્યા. પિતાના અવસાન પછી પણ ઇલેક્ટરે પિતાના પેન્શનમાંથી અડધી રકમ 100 થેલર્સ બીથોવનને આપવી ચાલુ રાખેલી. પણ જર્મની આપત્તિઓથી ઘેરાઈ રહ્યું હતું. નવા ફ્રેંચ રિપબ્લિકે જર્મની સાથે યુદ્ધની ઘોષણા કરી. 1794ની પાનખરમાં ર્‌હાઇન નદી ઓળંગીને