પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
મોત્સાર્ટ અને બીથોવન
 


ફ્રેંચ સૈન્ય આગળ ધસી ગયું. બધા જ જર્મન રાજકુમારો મુશ્કેલીમાં મુકાઈ ગયા. અચોક્કસ મુદત સુધી બૉનનગરની બહાર રહેવાની બીથોવનને આપેલી પરવાનગી કોલોનના ઇલેક્ટરે પાછી ખેંચી નહિ, પરંતુ 100 થેલર્સનું પેન્શન આપવું બંધ કર્યું, કારણ કે એ પોતે જ પૈસાની તંગીમાં ફસાઈ ગયેલો.

બીજી સૂચના મળે ત્યાં સુધી બૉન બહાર રહેવા માટે બીથોવનને છુટ્ટી હતી. પોતાના પગ પર ઊભા રહેવા જેટલો અડીખમ એ હવે થઈ ચૂકેલો. કોલોનના ઇલેક્ટરનો ભત્રીજો ઑસ્ટ્રિયાનો સમ્રાટ હતો. એ સમ્રાટે અને પ્રિન્સ લિખ્નોવ્સ્કીએ બીથોવનના સંગીત- જલસાઓ ગોઠવી આપ્યા. વિયેનામાં ઘણા લાંબા સમય સુધી લિખ્નોવ્સ્કીના મહેલમાં લિખ્નોવ્સ્કીની સાથે જ બીથોવન રહ્યો. ઑસ્ટ્રિયાના ટોચના શ્રીમંતોમાંનો એક લિખ્નોવ્સ્કી સંગીત પાછળ તો રીતસર ગાંડો જ હતો. જોકે એ પોતે ગાયક, વાદક કે કંપોઝર નહોતો. પણ એ જમાનાની રસમ મુજબ એણે અંગત ઑર્કેસ્ટ્રા, કોય૨ અને થિયેટરની માવજત કરેલી. સમગ્ર ઑસ્ટ્રિયામાં એ ત્રણે પ્રકારના સંગીતની બહુ જ બોલબોલા હતી, પણ કલાઇતિહાસમાં વિયેનાનું નામ અમર કરનાર સંગીતપ્રકાર (બિનધાર્મિક) ઑર્કેસ્ટ્રલ છે. વિયેનાનગરીએ આ સંગીતપ્રકારને એટલું બધું તો ઉત્તેજન આપ્યું કે હાયડન, મોત્સાર્ટ અને બીથોવનના ઢગલાબંધ શ્રેષ્ઠ ઑર્કેસ્ટ્રલ માસ્ટરપીસ આકાર લઈ શક્યા.

1796-97થી બીથોવનની મૌલિક કૃતિઓ મૅન્યુસ્ક્રિપ્ટ્સ સુધી મર્યાદિત નહિ રહેતાં છપાવા માંડી. તેથી એક પિયાનિસ્ટ ઉપરાંત એક કંપોઝર તરીકે પણ તેની માંગ ઊભી થઈ. સંગીતપ્રેમીઓ એની કૃતિઓની મૌલિકતા અને માધુર્યથી આકર્ષાયા. એ પ્રારંભિક કૃતિઓમાં ખાસ ધ્યાન ખેંચનારી કૃતિઓ છે : થ્રી ટ્રાયોઝ (ઓપસ 1), ક્વિન્ટેટ ફૉર સ્ટ્ર્રિન્ગ્સ (ઓપસ 4), બે ચૅલો સોનાટાઝ (ઓપસ 5),