પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૨૭
 


પિયાનો સોનાટા ઇન ઇ ફ્‌લૅટ (ઓપસ 7), ગીત ‘એડેલેઇડે’ તથા ગુરુ હાયડનને અર્પણ કરેલા ત્રણ પિયાનો સોનાટા.

‘ગાંડો’

1793માં લિસીસ્ટરમાં વિલિયમ ગાર્ડિનરના હાથમાં બીથોવનની કૃતિ ‘ટ્રાયો ઇન E ફ્‌લૅટ’(ઓપસ 3)ની મૅન્યુસ્ક્રિપ્ટ આવી. (1797) સુધી એ કૃતિ છપાઈ નહોતી. ત્રણ વાદકો માટેની એ કૃતિનું ત્યાં પહેલી વાર વાદન થયું અને એમાં વિલિયમ ગાર્ડિનરે વાયોલા વગાડેલું. પ્રભાવિત ગાર્ડિનરે લખ્યું :

મેં અગાઉ સાંભળેલી કોઈ પણ કૃતિ કરતાં આ કૃતિ એટલી બધી અલગ હતી કે તરત જ મારામાં એક નવી અનુભૂતિ અને એક નવી બુદ્ધિનો ઉદ્‌ભવ થયો. અવાજની દુનિયાના જાણે કે એક નવા જ પ્રદેશમાં હું ઉડ્ડયન કરી રહ્યો હોઉં એવું લાગ્યું... પછી લંડન જઈને એ કૃતિના લેખકની મેં તપાસ કરી. તો માત્ર એટલું જ જાણવા મળ્યું કે એ સાવ જ ગાંડો, પાગલ હતો ! અને એનું સંગીત પણ પાગલ હતું !

વિયેનામાં બીથોવને સારી કમાણી રળવા માંડી. જીવનનાં આરંભનાં વર્ષોમાં જે અભાવ, ગરીબી, તંગી અને લાચારી વેઠેલી એના પ્રત્યાઘાત રૂપે એણે ખર્ચાળ જીવનશૈલી અપનાવી. સવારી માટે એક ઘોડો અને એક ચોવીસ કલાકનો અંગત નોકર એણે રાખ્યા. પોતાના બે નાના ભાઈઓની જવાબદારી પોતાને ખભે હોવા છતાં આ વૈભવ એને પરવડતો કારણ કે એ બંને હવે ધીમે ધીમે પગભર થઈ રહ્યા હતા. 1795માં એ બંને વિયેના આવી સ્થિર થયેલા. બેમાંથી મોટો કાર્લ સંગીતનાં ટ્યૂશનોમાંથી ખાસ્સી એવી કમાણી કરીને પોતાનો ગુજારો આરામથી કરતો હતો. નાના જોહાને બૉનમાં કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટની તાલીમ લીધેલી. એણે વિયેનામાં કોઈ દવાની દુકાનમાં કેમિસ્ટની નોકરી લીધી. વર્ષો વીતતાં ગયાં એમ