પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૩૫
 


ગેરલાભ ઉઠાવી દુશ્મનો એને ધાર્યા મુજબ નચાવી શકવામાં અને એને હાંસીપાત્ર બનાવવામાં આસાનીથી સફળ થતા. એ તો એના સંગીતની મહાનતા સમજી શકેલા મિત્રો જ એના દુર્ગુણો નજરઅંદાજ કરતા.

હંમેશા પ્રેમમાં

આખી દુનિયામાં કામવાસના, રતિભાવ અને શૃંગારરસથી અલિપ્ત ‘સેક્સલેસ’ સંગીત જો હોય તો તે બીથોવનનું છે. પણ બીથોવન પોતે વિલાસી અને કામાંધ હતો. એના આજીવન દોસ્ત વેજિલરે કહેલું :

બીથોવનના જૂના સંગીત શિક્ષક ફર્ડિનાન્ડ રીઝ, બર્ન્હાર્ડ ફૉન બ્રૂનિન્ગ અને મને ધીમે ધીમે જાણ થઈ ગઈ કે એવો કોઈ સમય જ નહોતો કે જ્યારે બીથોવન પ્રેમમાં પડેલો હોય નહિ; અને વળી એ પ્રેમ એટલે સૌથી ઊંડો પ્રેમ. ભલભલા ફાંકડા રૂપાળા જુવાનો જ જેનાં દિલ જીતી શકે એવી સુંદરીઓનાં દિલ એ ચપટી વગાડતાં જીતી લેતો !

એક વાર વિયેના ઑપેરાની રૂપાળી ગાયિકા મૅગ્ડેલેના વિલિયમ્સના પ્રેમમાં બીથોવન પડેલો. બીથોવને એને લગ્નની દરખાસ્ત પણ કરેલી. 1860માં મૅગ્ડેલેનાના ભાઈ મેક્સની દીકરીને બીથોવનનો જીવનકથાકાર થેયર મળેલો. મૅગ્ડેલેનાની એ ભત્રીજીએ એને જણાવેલું કે પોતાના પિતા પાસેથી ફોઈના બીથોવન સાથેના પ્રેમપ્રકરણની વાતો વારંવાર કાને પડતી. થેયરે એને પૂછ્યું : “તો બીથોવનની લગ્નની દરખાસ્તને તારી ફોઈએ ઠુકરાવી શા માટે ?” ખડખડાટ હસી પડીને ભત્રીજીએ જવાબ આપ્યો : “કારણ કે એ તદન કદરૂપો અને અડધો ગાંડો હતો !”

આ વર્ષોમાં બીથોવન સર્વ પ્રકારના ઘાટઘૂટમાં મોટી માત્રામાં કૃતિઓ લખી રહ્યો હતો. એમાંથી ખાસ્સા પ્રમાણમાં કૃતિઓ છપાઈ