પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
મોત્સાર્ટ અને બીથોવન
 

ઊપજાવી કાઢવા પાછળ મહાન સંગીતકારનો આશય શો હશે એ સમજાતું નથી !

હકીકતમાં 1799થી બહેરાશ ચાલુ થયેલી પણ આરંભમાં એની ૫૨ એણે કોઈ ધ્યાન આપ્યું હોય એવું જણાતું નથી. પણ માત્ર દોઢ જ વરસના ગાળામાં બહેરાશે એટલું બધું ગંભીર રૂપ ધારણ કર્યું કે પ્રવાસી વર્ચ્યુઓસો પિયાનિસ્ટ તરીકેની મહત્ત્વાકાંક્ષાભરી કારકિર્દી પડતી મૂકવી પડી. અગાઉથી નક્કી થયેલા પિયાનોવાદનના કાર્યક્રમો પણ રદ કરવા પડ્યા. છતાં, આ દુર્ઘટનાને એણે શક્ય તેટલો લાંબો સમય છુપાવી રાખવાની મથામણ કરેલી કારણ કે હરીફ સંગીતકારો અને દુશ્મનો એનો ગેરલાભ ઉઠાવે એવી એને દહેશત હતી. 1801ના જૂનની ઓગણત્રીસમીએ એણે મિત્ર વેજિલરને એક કાગળ લખી બહેરાશનો એકરાર કર્યો :

મને સારી આવક થઈ રહી છે. સરળતાથી સાંસારિક વ્યવહારો ચલાવી શકું છું. છસાત પ્રકાશકો મારી કૃતિઓ છાપે છે અને હું માંગું એ રકમ મને ચૂકવે છે. મારે ભાવતાલ નથી કરવા પડતા. હું ધારું તો વધુ પ્રકાશકો પણ મેળવી શકું એમ છું. પણ બહેરાશ મારો પીછો નથી છોડતી. મારાં સડેલાં આંતરડાં જ મારી બહેરાશ માટે જવાબદાર છે. તું જાણે છે કે ગમે ત્યારે પાતળા ઝાડા છૂટી જવાની બીમારી મને પહેલેથી જ છે. જુદા જુદા કંઈ કેટલાય ડૉક્ટરોને મેં બતાવી જોયું. મને એમાંથી કેટલાક થોડીઘણી અક્કલવાળા તો બીજા તો સાવ જ બૂડથલ જણાયા છે. છેલ્લે મળ્યો એ ડૉક્ટરે મારા ઝાડા તો બંધ કરી દીધા છે પણ રાતદિવસ સતત મને કાનમાં તમરાંનો ગણગણાટ અને સિસોટીઓ તો સંભળાયા જ કરે છે. સામાજિક મેળાવડાના બધા જ પ્રસંગોમાં જવાનું મેં બંધ કરી દીધું છે. કયા મોઢે લોકોને હું કહું કે હું બહેરો છું ? હું બીજો કોઈ ધંધો કરતો હોત તો ઠીક હતું કે એમાં બહેરાશ આડી આવત નહિ, પણ અવાજો