પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૪૦
 


અવસાન બાદ કોઈ કબાડી પાસેથી પ્રકાશક એટૉરિયાએ કાગળોની એક થપ્પી ખરીદેલી, તેમાંથી આ દસ્તાવેજ મળી આવેલો. એનું ધ્યાનાકર્ષક લક્ષણ એ છે કે ભાઈ જોહાનનો ઉલ્લેખ એણે નામથી નહિ પણ ખાલી જગ્યાથી કર્યો છે :

મારા ભાઈઓ કાર્લ અને ........ બીથોવન માટે.
હે ભાઈઓ ! તમે એવું સમજો છો અને કહો છો કે હું દ્વેષી, ઈર્ષ્યાળુ, ક્રૂર અને જિદ્દી છું. તમને ખબર નથી કે તમે કેટલા ખોટા છો ! બાળપણથી જ મારું હૃદય પ્રેમ અને ભાઈચારાની શુભ અને કોમળ લાગણીઓથી ભીંજવાયેલું પણ એ રહસ્ય તમે કદી જાણ્યું નહિ. મારે તો મહાન પરાક્રમો કરવાં હતાં પણ જવા દો એ બધી વાત. છેલ્લાં છ વરસથી હું સાવ બેકાર કેસ છું. અક્કલ વગરના ડૉક્ટરોએ સુધારાની ઠગારી આશાઓ આપીને, પણ હકીકતમાં મને છેતરીને, મારા રોગને વકરવા દીધો છે; જેને મારે હવે કાયમ માટે વેઠવાનો છે. ખરેખર તો મારા ધંધા માટે શ્રવણશક્તિ શ્રેષ્ઠ અને સૂક્ષ્મ હોવી અનિવાર્ય છે. પહેલાં તો હું આનંદી અને હસમુખો હતો. પણ હવે બહેરાશને કારણે સમાજમાં હળીભળીને દોસ્તીનો આનંદ લૂંટવો મારે માટે અશક્ય છે. ગૂંગળાવી નાખતી એકલતામાં જ મારે જીવવાનું છે. જો કોઈને મળું તો બહેરાશને કારણે ‘મોટેથી બોલો’ એવા ઘાંટા મારાથી પડાઈ જાય છે ! લોકોની સાથે ઊભો હોઉં તો બધા મારી હરકતોને એક તમાશો સમજી તાકી રહે છે એની મને શરમ આવે છે. એટલે જ હું હળતાંમળતાં હવે ગભરાઉં છું. વળી ગેરસમજ થવાની શક્યતાથી પણ હું ડરું છું. દુશ્મન આ હકીકતનો ફાયદો ઉઠાવી જાય તે તો વળી અલગ જ ! દેશનિકાલની હાલતમાં જીવવા સિવાય મારી પાસે કોઈ છૂટકો નથી. મારું અસ્તિત્વ આપત્તિરૂપ છે. મારી સ્થિતિ કંગાળ છે. મિત્રો અને સંગાથીઓને સદા ઝંખી રહેલા કોઈને પણ માટે આ સ્થિતિ ત્રાસરૂપ છે. હું દયાપાત્ર છું. ધીરજ ધરવા સિવાય