પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૪૧
 

મારી પાસે વિકલ્પ નથી. માત્ર મારું મક્કમ મનોબળ જ મને બચાવી શકે. એ મનોબળ મક્કમ જ રહે એવી આશા રાખું છું. મને સત્તાવીસ વરસ પૂરાં થયાં. આ ઉંમરે હું ફિલસૂફ બનીને જ રહીશ.

પ્રિય ભાઈઓ કાર્લ અને .........., હું મરી જાઉં પછી જો ડૉ. શ્મીડ જીવતા હોય તો એમને મારી માંદગી વિશે પૂછી મારા રોગનું નામ જાણી લેજો, જેથી દુનિયાને એ જણાવી શકાય અને મારા અંગેની ગેરસમજ દૂર થાય. મારી પાસે જે કાંઈ છે એને જો સંપત્તિ કહી શકાય એમ હોય તો એ સંપત્તિના તમને બંનેને સરખા ભાગે વારસદાર જાહેર કરું છું. એને સરખે ભાગે વહેંચી લેજો અને એકબીજાને મદદ કરીને સંપથી રહેજો. તમે બંનેએ મને જે ત્રાસ પહોંચાડ્યો હતો એને તો હું ક્યારનો ભૂલી ગયો છું.
પ્રિય કાર્લ, છેલ્લા થોડા સમયથી તેં મારા પ્રત્યે જે પ્રેમ દર્શાવ્યો છે તે બદલ હું તારો ખાસ આભાર માનું છું. મારા કરતાં તમારા બંનેની જિંદગી પળોજણોથી મુક્ત અને વધુ સારી બને એમ ઇચ્છું છું. તમારાં બાળકોને સાચાં મૂલ્યો અને નીતિના પાઠ ભણાવો એવી ભલામણ હું કરું છું. પૈસા નહિ પણ મૂલ્યો જ સુખ આપી શકે છે, એમ હું મારા જાતઅનુભવ પરથી કહું છું. નીતિએ જ મને વ્યથામાંથી ઉગાર્યો. એ પછી મારી કલા મારે પડખે ઊભી રહી, એણે જ મને આપઘાત કરવામાંથી ઉગારી લીધો. તમને બંનેને હું અલવિદા કહું છું. મારા બધા જ મિત્રોનો હું આભાર માનું છું – ખાસ તો પ્રિન્સ લિખ્નોવ્સ્કીનો અને પ્રોફેસર શ્મીડનો. લિખ્નોવ્સ્કીએ મને ભેટ આપેલાં વાજિંત્રો તમારા બેમાંથી કોઈ એક જાળવી રાખે એવી મારી અભિલાષા છે. પણ જોજો, એના કારણે તમે બંને પાછા ઝઘડી પડશો નહિ, અને સારાં દામ મળતાં હોય તો એ વાજિંત્રો વેચી કાઢો. તમને બંનેને આ રીતે કબરમાં સૂતા સૂતા પણ મદદ કરવાનો મને