પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
મોત્સાર્ટ અને બીથોવન
 

ટપાલ લેવા માટે અઠવાડિયામાં માત્ર બે જ દિવસ પોસ્ટકોચ આવે છે – સોમવારે, ગુરુવારે. તું રિબાય છે. હું જ્યાં પણ હાઉં ત્યાં તું છે જ. મામલો થાળે પડે પછી હું તારી સાથે જ રહીશ. કેવી જિંદગી છે !! આવી !!! તારા વિના !

માણસનું માણસ દ્વારા થતું અપમાન જોઈને મને રિબામણી થાય છે. બ્રહ્માંડના સંદર્ભમાં જ્યારે હું મારો વિચાર કરું છું કે હું કોણ છું અને એ .............. સૌથી મહાન કોણ છે તો ડઘાઈ જાઉં છું. સાચી દિવ્યતા તો અહીં પાર્થિવ માણસમાં જ રહેલી છે ! તું મને ચાહે છે એનાથી પણ વધારે હું તને ચાહું છું ! પણ મારાથી તું તારા વિચારો છુપાવીશ નહિ. ગુડ નાઈટ ! અત્યારે નહાતાં નહાતાં હું તને આ કાગળ લખું છું. પછી હું પથારીમાં જઈને ઊંઘી જઈશ. હે ઈશ્વર ! આટલે નજીક છતાં આટલે બધે દૂર શાને ?'
ગુડ મૉર્નિંગ, જુલાઈ 7'
હજી તો હું પથારીમાં છું પણ મારું મન તારી પાછળ જ ભટકે છે, મારી અમર પ્રેયસી ! નિયતિને આપણો પ્રેમ મંજૂર હશે કે કેમ એ વિચારતાં મારું મન ઘડીમાં દુઃખી થઈ જાય છે અને ઘડીમાં આનંદમાં આવી જાય છે. તું જો મને નહિ મળે તો હું જીવી શકીશ નહિ. હું તારી બાહોંમાં ઝંપલાવીને કહું છું કે હું તારો જ છું. પણ એ પહેલાં મેં ભટકી લેવાનો નિર્ધાર કર્યો છે. મારી ચંચળતા તું જાણતી હોઈશ, તેથી ભલે દુઃખપૂર્વક છતાં આસાનીથી તું ફેંસલો કરી શકીશ. હવે કોઈ મારું હૃદય ચોરી શકશે જ નહિ, કોઈ પણ નહિ, કદાપિ નહિ ! હે ઈશ્વર, એવું શા માટે જરૂરી છે કે જેને પ્રેમ કરતા હોઈએ એનાથી જુદા પડવું પડે ? વિયેનામાં મારી જિંદ્દગી તદન કંગાળ છે. તારો પ્રેમ મને વિશ્વનો સૌથી વધુ સુખી અને સાથે સાથે વિશ્વનો સૌથી વધુ દુઃખી માનવી બનાવે છે. આ ઉંમરે મારે સ્થિર અને શાંત જીવન જોઈએ છે. આપણી સ્થિતિમાં એ શક્ય બનશે ?