પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
મોત્સાર્ટ અને બીથોવન
 


ભવ્ય કૃતિઓનો આરંભ

1803માં બીથોવને ભવ્ય કૃતિઓની રચનાનો આરંભ કર્યો. એમાં સૌથી મોખરે છે ત્રીજી સિમ્ફની : ‘ઇરોઇકા’. આદર્શ વીર નાયકના જીવનનું આલેખન કરતી એ સિમ્ફની ખરેખર મર્દાના છે. એની છેલ્લી ગતમાં ટ્રમ્પેટ્સનો ઝાકમઝોળ – ફૅન્ફેર છે. આ ત્રીજી સિમ્ફની ‘ઇરોઇકા’ મૂળમાં તો બીથોવને ફ્રેંચ ક્રાંતિના વીર નાયક નેપોલિયોંને અર્પણ કરેલી. પણ એ નેપોલિયોં આપખુદ બનીને ફ્રાંસ પર સમ્રાટ થઈને ચઢી બેઠો અને પછી તો સમગ્ર યુરોપ રગદોળવા માટે તત્પર થયો. આ સમાચાર સાંભળીને બીથોવન તાડૂકી ઊઠ્યો, “પોતાની સ્વાર્થી મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા હવે એ (નેપોલિયોં) બીજા માણસોના હક્કો પર તરાપ મારશે ? એમને ચગદી નાખશે ? એક સાધારણ આદમીથી વિશેષ એ શું છે ? જનતાના અધિકારો પગ તળે છૂંદીને પોતાની વાસનાઓ સંતોષશે ! માથે ચઢી બેસીને કાળો ત્રાસ વર્તાવશે.” ગુસ્સામાં અર્પણપત્રિકા ફાડી નાંખીને બીથોવને તે અર્પણ રદ કર્યું. સાથે સાથે તે સિમ્ફનીની મૅન્યુસ્ક્રિપ્ટનાં પહેલાં બે પાનાં પણ ફાટી ગયેલાં. એ બે પાનાં શિષ્ય રીઝે ફરી લખી આપ્યાં. એ પછી વાયોલિન સોનાટા ‘ક્રુત્ઝર’ અને ઑરેટોરિયો ‘ધ માઉન્ટ ઑફ ઑલિવ્ઝ’નો વારો આવ્યો. 1803ના એપ્રિલની પાંચમીએ આ ઑરેટોરિયોનો પ્રીમિયર શો થયો. એ જલસામાં એ ઉપરાંત એની પહેલી અને બીજી સિમ્ફનીઓનું પણ વાદન કરવામાં આવ્યું. એ જલસામાં ચાલુ ભાવ કરતાં આગલી હરોળની ટિકિટોનો ભાવ ત્રણગણો, વચ્ચેની હરોળની ટિકિટોનો ભાવ બમણો તથા બૉક્સિસની ટિકિટોનો ભાવ ચારગણો રાખેલો તે છતાં ટિકિટ વગર ટળવળતા લોકો કકળતા હતા ! આ જલસાથી બીથોવનને 1800 ફ્‌લોરિનનો ચોખ્ખો નફો થયો. સ્કૉટિશ લોકધૂનોના સંગ્રાહક જ્યૉર્જ થોમ્સન ઑફ એડિન્બર્ગે બીથોવન સાથે એક સોદો કર્યો : સ્કૉટિશ લોકધૂનો