પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૫૩
 


પ્રિન્સ,
તમે જે કાંઈ છો તે તમારા જન્મને પ્રતાપે છો. હું જે કાંઈ છું તે મારે પોતાને પ્રતાપે છું. હજારો પ્રિન્સ આ દુનિયામાં છે, અને હજી બીજા હજારો પ્રિન્સ આ દુનિયામાં આવશે; પણ બીથોવન બીજો નહિ જ મળે !

શું કલાની સાચી કદર કરનારા લિખ્નોવ્સ્કી જેવા રાજકુંવરો દુનિયામાં સદા સર્વત્ર જોવા મળે છે ખરા ? ખફા થયેલ લિખ્નોવ્સ્કીએ બીથોવનને પોતે આપી રહેલ 600 ફ્‌લોરિનનું વર્ષાસન કાયમ માટે બંધ કર્યું. બીથોવન સાથે સંબધોનો છેડો તેણે સદા માટે ફાડી નાંખ્યો !

બગડતો જતો સ્વભાવ

જેમ જેમ વર્ષો વીતતાં ગયાં એમ એમ દુનિયાથી પોતાની બહેરાશ છુપાવવી બીથોવન માટે અશક્ય બની. પણ કદાચ એના જ પ્રત્યાઘાત રૂપે બીથોવનનો તુંડમિજાજ, ક્રોધ અને અહંકાર વધતા જ ગયા. 1808માં એ પોતાના કેમિસ્ટ ઍન્ડ ડ્ર્ગિસ્ટ ભાઈ જોહાન સાથે ઝઘડી પડ્યો. એનું કારણ એ હતું કે વર્ષો અગાઉ જોહાને બીથોવનને ઉધાર આપેલા પૈસા જોહાને અત્યારે પાછા માંગેલા. લિન્ઝ નગરમાં જોહાન અત્યારે નવું ઘર અને નવી દુકાન ખરીદવા માંગતો હતો. આ માટે એને પૈસાની તાતી જરૂર હતી. પણ મૂરખ બીથોવને આ માંગણીને પોતાના ઘોર અપમાન તરીકે ખપાવી ! એણે શપથ લીધા કે એ ભવિષ્યમાં કદી જોહાન જોડે વાતચીત નહિ કરે અને સંબંધ પણ નહિ રાખે ! પણ એનાથી તો જોહાનના ધંધામાં ઊની આંચ પણ આવી નહિ. એને ફ્રેંચો પાસેથી મોટા ઑર્ડર મળવા શરૂ થયા.

બીથોવનના આધુનિક જીવનકથાકારોએ એક મહત્ત્વની જવાબદારી પાર પાડી છે. બીથોવને અન્ય ઉપર કરેલા આક્ષેપોમાંથી અને બદનક્ષીમાંથી તેમણે સત્યાસત્યતા શોધી કાઢી છે. મોટા ભાગના