પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૫૫
 

વાદકોને ઘો૨ અપમાન સમું લાગ્યું, એટલે એમણે એનો ઇનકાર કર્યો. પણ થોડી વાર રહીને પોતાની અક્કલ ઠેકાણે આવતાં એણે પોતાની અન્યમનસ્ક પરિસ્થિતિનો એકરાર કરી લઈ વાદકોની નમ્રતાપૂર્વક માફી માંગી લઈને આ મામલો થાળે પાડ્યો. સ્વભાવમાં આવી મૂળભૂત ખામીઓ હોવા છતાં એનામાં એવું કાંઈક હતું ખરું જ, કે એ મિત્રોને એના તરફ ચુંબકની માફક ખેંચી લાવતું. એની સાથે થોડી પણ આત્મીયતા થયા પછી માણસ એના તરફ આકર્ષાયા વિના રહી શકતો નહોતો. એના જૂના સંગીતશિક્ષક રીઝે એને માટે કહ્યું છે :

બીથોવન પૂર્ણતયા સારો અને દયાળુ માણસ હતો. એ પોતાના તરંગતુક્કા અને આવેશનો જ ભોગ બનતો. એનો ગુસ્સો તરત જ ગાયબ થઈ જતો ક્ષણભંગુર જ હતો. એ હળવા મિજાજમાં તો ટુચકા પણ કરતો રહેતો. યુદ્ધ દરમિયાન એણે જર્મન લશ્કરને દાન આપતા રહીને દેશને મદદ પણ કરેલી.

પ્રેમ અને પૈસો

1800થી 1810ના દાયકામાં બીથોવને વિપુલ માત્રામાં – પ્રોલિફિક – સર્જન કર્યું. પણ એ ફળદ્રુપ અને બહુપ્રસૂન દાયકાથી વિપરીત 1811થી 1820ના દાયકામાં એણે ખૂબ ઓછી કૃતિઓ સર્જી. આ બીજા દાયકા દરમિયાન એ પોતાની છપાતી જતી કૃતિઓનાં પ્રૂફરીડિન્ગ તથા પ્રકાશકો સાથેના પત્રવ્યવહારમાં ગળાડૂબ હતો તેથી નવી કૃતિઓનું સર્જન ઓછું થઈ ગયું એવાં બહાનાં જે જીવનકથાકારો આગળ ધરે છે તે તદ્દન પાયા વિનાનાં અને જુઠ્ઠાં છે. ઊલટાનું ગયા દાયકાની મહેનતથી લાગેલો માનસિક થાક આ સર્જનમાંદ્ય માટે જવાબદાર હોઈ શકે. બીજું, 1811થી 1820 દરમિયાન એનું ધ્યાન સંગીત પરથી હટીને બીજી બે વાતોમાં પરોવાયેલું. એ બે વાતો હતી : પ્રેમ અને પૈસો. 1810થી બીથોવન ફરી એક વાર પાછો