પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
મોત્સાર્ટ અને બીથોવન
 

ઘણું મોડું થઈ ચૂકેલું; કારણ કે એ પદ તો બીજા કોઈને મળી ચૂકેલું.

મુશ્કેલીઓ

1809ના મેમાં ફ્રેંચ લશ્કર વિયેના તરફ આગળ ધપી રહ્યું હતું; અને બારમીએ તો એણે શહેરને ઘેરી લીધું. બીથોવનનો શિષ્ય, આશ્રયદાતા અને વિયેનાનો રાજા આર્ચડ્યૂક રુડૉલ્ફ એની માતા વિયેનાની સામ્રાજ્ઞીને લઈને વિયેના છોડી ભાગી ગયો. વિખૂટા પડવાની વિરહવેદના બીથોવને સોનાટા ‘લ એદીયુ લાબ્સાંસ એ લા રિતૂ'(Les Adieux L’Absence ef le Rettour)માં વ્યક્ત કરી. આ સોનાટા ‘ફૅરવેલ’ નામે પ્રસિદ્ધ થયો. 1810ના જાન્યુઆરીની ત્રીસમીએ એ રાજા વિયેના પાછો આવ્યો. ફ્રાંસ જોડે ઘર્ષણ થવાને કારણે એને પૈસાની તંગી ઊભી થયેલી, એની સીધી અસર બીથોવન પર પડી. એનું વર્ષાસન 4,000 ફ્‌લોરિન્સથી ઘટીને 1,691 ફ્‌લોરિન્સ થઈ ગયું ! અને પછી તો એ એથી પણ ઘટી ગયું ! કિન્સ્કીએ પોતાનો ફાળો આપવો સદંતર બંધ કરેલો અને પછી એ ઘોડા પરથી ફેંકાઈ જતાં મરણ પામ્યો. પોતાની બાકી નીકળતી રકમ માટે બીથોવને એના એસ્ટેટ પર દાવો માંડ્યો. 1812થી 1815 સુધી કિન્સ્કી પાસેથી મળવાપાત્ર રકમ બીથોવનને મળી નહોતી. પણ કિન્સ્કીની એસ્ટેટ કોર્ટે લિક્વિડેશન માટે હાથ પર લીધેલી એટલે કોર્ટના ફેંસલા પછી જ બીથોવનને મળવાપાત્ર કોઈ રકમ મળી શકે. બીજો આશ્રયદાતા લોબ્કોવીટ્ઝ પણ નાદાર થઈ જતાં એની પાસેથી પણ 1811થી 1815 સુધી બીથોવનને એક કાણી કોડી મળેલી નહિ. પોતાની ટેવ મુજબ બીથોવને બહાવરા બનીને બડબડાટ શરૂ કરી દીધો અને લોબ્કોવીટ્ઝને ‘રાસ્કલ’ ગાળ વડે નવાજ્યો.

દોઢડહાપણ

બીથોવનની એક નબળાઈ પોતાના ભાઈઓના અંગત જીવનમાં દોઢડહાપણ કરવાની હતી. 1812ની પાનખરમાં એણે