પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૬૫
 

બાંધી આપ્યું જે એના મૃત્યુ સુધી ચાલુ રહ્યું. એ જ રીતે વિયેનાના રાજા રુડૉલ્ફ તરફથી એને વર્ષે 1,500 ફ્‌લોરિન્સનું વર્ષાસન મળવું શરૂ થયેલું અને લોબ્કોવીટ્ઝની જાગીરમાંથી 700 ફ્‌લોરિન્સનું વર્ષાસન મળવું શરૂ થયેલું. 1816માં લોબ્કોવીટ્ઝના બેતાળીસ વરસે થયેલા મૃત્યુ પછી પણ એનું વર્ષાસન મળવું ચાલુ રહેલું ! પણ 1814માં લોબ્કોવીટ્ઝે રુડૉલ્ફને લખેલું : “બીથોવનની મારા તરફની વર્તણૂકથી મને લેશમાત્ર સંતોષ નથી. છતાં આનંદ મને એ વાતનો છે કે એની મહાન કલાકૃતિઓની કદર થવી શરૂ થઈ ગઈ છે.”

ભત્રીજાનું પ્રકરણ

આ દરમિયાન બીથોવનનો ભાઈ કાર્લ દારૂ ઢીંચી ઢીંચીને 1815ના ડિસેમ્બરની સોળમીએ અવસાન પામ્યો. શંકાશીલ સ્વભાવને કારણે બીથોવને કાર્લની પત્ની પર ઝેર પાઈને પતિનું ખૂન ક૨વાનો આક્ષેપ મૂક્યો ! એણે પોસ્ટમૉર્ટમની માંગણી ચાલુ જ રાખી. મૃત્યુના બે જ દિવસ પહેલાં ભાઈ કાર્લે વિલ બનાવીને બીથોવનને પુત્ર કાર્લનો ગાર્ડિયન બનાવેલો, પણ એ એકમાત્ર ગાર્ડિયન નહિ, પત્નીને પણ એણે સહગાર્ડિયન બનાવેલી. બીથોવન પોતાના પુત્રનો સુવાંગ પૂરો કબજો લઈ લે એવું ભાઈ કાર્લ સહેજેય ઇચ્છતો નહોતો. વિલમાં છેલ્લે એણે ઈશ્વરને પ્રાર્થેલું : “મારા પુત્રના ભલા ખાતર મારા ભાઈ અને મારી પત્ની વચ્ચે સુમેળ સ્થપાય તો સારું !”

સુનીતિનો ઉપદેશ

બીજાઓને નીતિવિષયક ઉચ્ચ ઉપદેશ આપતા રહેવાનો બીથોવનને ખૂબ જ શોખ હતો. એના મંતવ્ય અનુસાર આખી દુનિયામાં સત્ય અને નીતિના માર્ગે ચાલનાર એકમાત્ર માણસ પોતે જ હતો અને દુનિયાના બાકી તમામ લોકો જુઠ્ઠા અને ઠગ હતા. પોતાની ભાભી સંપૂર્ણ પતિવ્રતા સ્ત્રી નહોતી એટલી હકીકત બીથોવન માટે પૂરતી થઈ પડી અને એણે ભાભીને પુત્ર કાર્લના મૃત પતિની