પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૬૮
 

બોલ્યો : “મારી ખાનદાની તો અહીં છે !” કોર્ટનું અપમાન કરવા બદલ કાજીએ એને સખત ઠપકો આપીને દંડ કર્યો. પછી કાજીએ બીથોવનના વર્તનની તપાસ કરી. વિયેનાની જિયાનેટાસિયો દેલ રિયો રેસિડેન્શિયલ સ્કૂલમાં તેમ જ કૉન્વેન્ટ સ્કૂલમાં વાલી તરીકેની બીથોવનની વર્તણૂકના રિપોર્ટ માંગ્યા; જે તદ્દન ખરાબ નીકળ્યા ! ફલિત એ થયું કે પેલો નિર્દોષ ભત્રીજો સંગીતકાર કાકાની તુક્કાબાજીનો ભોગ બનેલો. કોઈ કારણ વગર જ કાકાએ એને બંને સ્કૂલમાંથી ઉઠાડી મૂકેલો ! કાજીને બીથોવનનાં અપલક્ષણોની ખાતરી થઈ ગઈ, તેથી એણે ચુકાદો આપ્યો કે, “માત્ર માતા જ એ બાળકની પૂરેપૂરી અને એકમાત્ર વાલી બને છે. પિતાએ પણ વિલમાં માતાને વાલીપણાના અધિકાર અને જવાબદારી આપેલાં છે જ અને વાલી તરીકે બીથોવન તદ્દન નાલાયક ઠર્યો છે.” વળી પાછો બીથોવન કોર્ટમાં જ ભાભી પર બદચલન અંગે આક્ષેપો કરવા માંડ્યો તેથી કાજીએ તેને ધમકાવીને ચૂપ કરવો પડ્યો. એ જો વધુ બોલત તો કાજી એને જેલના સળિયા પાછળ ધકેલી દેત !

‘ફ્રેન્ડ ઑફ બીથોવન’

1815માં બીથોવનના મિત્ર શુપાન્ઝિર પાસે અઢાર વરસનો એક છોકરો શીન્ડ્લર વાયોલિન શીખી રહેલો. શુપાન્ઝિરને ત્યાં બીથોવન એને મળ્યો અને જોતજોતામાં એ બંને ગાઢ દોસ્ત બની ચૂક્યા. વર્ષો વીતતાં દોસ્તી વધુ ગાઢ બની; અને બીથોવન શીન્ડ્લરની વધુ ને વધુ નજીક આવતો ગયો. છેલ્લે તો ‘પ્રાઇવેટ સેક્રેટરી’ કે ‘આસિસ્ટન્ટ'ના હોદ્દા વગર જ શીન્ડ્લર બીથોવનનું નાનુંમોટું બધું કામ કરી આપવા માંડેલો. શીન્ડ્લર બહુ સ્માર્ટ નહોતો પણ બીથોવનનો ખરો શુભચિંતક હતો અને એનો સ્વભાવ નરમ હતો. પણ બીથોવનના મૃત્યુ પછી પોતાના વિઝિટિન્ગ કાર્ડ પર ‘ફ્રૅન્ડ ઑફ બીથોવન' છપાવીને એ મૂરખો હાસ્યાસ્પદ ઠર્યો ! આરાધ્ય