પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૬૯
 


બીથોવનની એણે જીવનકથા લખીને છપાવી. પણ એમાં કપોળકલ્પિત ઉડ્ડયનો અને મનઘડંત કથાઓ એટલા મોટા પ્રમાણમાં ભરી દીધી છે કે બિચારા બીજા જીવનકથાકારોનાં પચાસથી પણ વધુ વરસો સત્યની શોધમાં પસાર થયાં ! શીન્ડ્લરે ઊપજાવી કાઢેલાં કેટલાંક હડહડતાં જુઠ્ઠાણાં હજી આજે પણ બીથોવનની ચાલુ જીવનકથાઓમાં સામેલ હોય છે.

ઓસરતી જતી સર્જક્તા

1814ના મે મહિનામાં એનો ઑપેરા ‘ફિડેલિયો' ફરી વાર ભજવાયો પણ એમાં જૂના ઑવર્ચરને દૂર કરી નવું લખેલું ઑવર્ચર ઇન E મેજર વગાડવામાં આવ્યું. 1814થી 1819 સુધીની બીથોવનની કૃતિઓ છે : ‘પિયાનો સોનાટા ઇન E માઇનોર (ઓપસ 90), કૅન્ટાટા ‘ધ ગ્લોરિયસ મોમેન્ટ’, ઑવર્ચર ઇન C (ઓપસ 115), ચલો સોનાટાઝ ઇન C મેજ૨ ઍન્ડ D મેજર (ઓપસ 102), કોરસ અને ઑર્કેસ્ટ્રા માટે ‘કામ સી ઍન્ડ પ્રૉસ્પરસ વૉયેજ’, પિયાનો સોનાટા ઇન A મેજર (ઓપસ 101), ગીતમાળા ‘ટુ ધ ડિસ્ટન્ટ બિલવિડ’, પિયાનો સોનાટા ઇન B ફ્લૅટ (ઓપસ 106), માસ ઇન D તથા નવમી સિમ્ફની. દેખીતું જ છે કે એની સર્જકતા અને ફળદ્રુપતા છેલ્લાં વર્ષોમાં ખાસ્સી ઓસરી ગઈ. ભત્રીજા માટેનો વિવાદ અને આંખોનું દરદ એ માટે જવાબદાર ગણાય છે. પણ શું એવું નહિ હોય કે નવી કલ્પનાઓને કાગળ પર ઉતારવા માટે હવે એણે વધુ મનોમંથનોમાંથી પસાર થવું પડતું હતું ?

‘ધ ગ્રેટ માસ’ના વાયદા

પોતાનો પટ્ટ શિષ્ય, પોતાનો આશ્રયદાતા અને વિયેનાનો રાજા રુડૉલ્ફ ઑલ્મૂટ્ઝનો સમ્રાટ ઘોષિત થયો. 1820ના માર્ચની વીસમી એના રાજ્યાભિષેક માટે નક્કી થઈ. બીથોવને સામે ચાલીને એ વિધિ માટે ગાવાવગાડવાનો એક ભવ્ય માસ લખી આપવાનું