પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
મોત્સાર્ટ અને બીથોવન
 


વચન આપ્યું. પણ એ લખી આપવામાં એણે એટલી બધી વાર લગાડી કે રાજ્યાભિષેકનો વિધિ એ માસ વગર જ પાર પડ્યો. છેક 1824માં વિયેનાના એક જલસામાં એ ‘ધ ગ્રેટ માસ’ના કેટલાક ટુકડાનું પ્રથમ વાર ગાયનવાદન કરવામાં આવ્યું. ‘ધ ગ્રેટ માસ’ને છપાવવા માટે પ્રકાશકો સાથે બીથોવને કરેલી વાટાઘાટોનું પ્રકરણ પણ એના જીવનના કલંકોમાંનું એક મુખ્ય છે. બીથોવનના ચાહકો માટે એ એટલું દુઃખદ છે કે એ આજે પણ છોભીલા પડી જાય છે. અગાઉ ટાંકેલા કેટલાક કિસ્સાની જેમ અહીં પણ એનું વર્તન એટલું તો બેહૂદું હતું કે તરત જ એક પ્રશ્ન ઉદ્ભવે : શું એને ખબર જ નહોતી કે ધંધાદારી સોદામાં પણ નીતિમત્તાનું સ્થાન પહેલું છે ? દુનિયા આખીને સતત નીતિમત્તાના ઉપદેશો આપતા રહેલા બીથોવને ‘ધ ગ્રેટ માસ’ છાપવા આપવા માટે એકસાથે ચાર પ્રકાશકો સાથે વાયદા કર્યા. એમાંથી કેટલાક પાસેથી તો રૉયલ્ટીની રકમ એણે આગોતરી જ લઈ લીધેલી ! આ ચારે પ્રકાશકો સાથેના કાગળોમાં એણે હડહડતાં જુઠ્ઠાણાં ચીતર્યાં છે. એક જર્મન જીવનકથાકારે લખ્યું છે :

બીથોવનનું આ વર્તન એક સજ્જનને શોભે તેવું હરગિજ નથી. એમાં ક્યાંય ન્યાયપ્રિયતા કે સત્યપ્રિયતા નથી. એક નીતિવાન જીવનકથાકાર બીથોવનની આ લુચ્ચાઈ કે ખંધાઈને કેવી રીતે અવગણ્યા વિના રહી શકે ? આ વર્તન માટે થઈને એને કડક ટીકા વડે ઉતારી પાડ્યા અને વખોડી કાઢઢ્યા વિના કેવી રીતે રહી શકે ? બીથોવન મહાન સંગીતકાર છે એ કારણે આપણે એના માટે અનન્ય પ્રેમાદર ધરાવીએ છીએ. પણ તેથી આ ગુનો મટી જતો નથી.

લુડવિગ ફાન બીથોવન, બ્રેઇન પ્રોપ્રાઇટર

ગરીબ દેખાવાનો ઢોંગ કરતા રહેલા બીથોવનના સાત બૅંકલૉકર્સમાં શૅરસ્ટૉક સલામત હતા. પણ છેલ્લાં થોડાંક વર્ષોથી તેની