પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૭૧
 


આવક ધીમે ધીમે ઘટતી જતી હતી. અતિમહત્ત્વાકાંક્ષી કૃતિઓની રચનામાં એ વ્યસ્ત હતો અને વળી એની સર્જનગતિ ધીમી પડી ગયેલી તેથી એને પૂરી કરતાં વરસો વીતતાં હતાં. નાનકડી કૃતિઓ પણ પહેલાંના જેવી ત્વરા અને શીઘ્ર સ્ફુરણાથી એ લખી શકતો નહોતો.

એનો સ્વભાવ વધુ ને વધુ તોરીલો બનતો જતો હતો. 1820માં એને એક ભાગેડુ કે રખડેલ લફંગો સમજીને પોલીસે એની ધરપકડ કરીને એને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. એ બિચારો ઘણું કરગર્યો પણ પોલીસ ઑફિસરે એના ગંધ મારતા અને ચીંથરેહાલ જિસ્મને બીથોવન માનવાનો નન્નો જ સંભળાવ્યો. છૂટ્યા પછી ર્‌હ્યુમેટિઝમમાં અને કમળામાં એ પટકાયો. લીવર બગડતું ગયું અને છ વરસ પછી હાલત બદતર થઈ ગઈ. પણ પોતે તો સગાંઓના જીવનને સાચા રસ્તે વાળવા માટે પૃથ્વી પર આવેલો ભેખધારી દૈવી પુરુષ હતો તેવી બીથોવનને પાકે પાયે ખાતરી હતી ! હવે એણે ભાઈ જોહાનના અંગત જીવનમાં ડખલ કરવી શરૂ કરી કારણ કે એની પત્ની પણ ભાઈ કાર્લની પત્ની જેટલી જ બદચલન નીકળી !

જોહાન એટલો બધો ધનવાન થઈ ગયેલો કે એણે વૈભવી શૈલીએ ઉનાળુ વૅકેશનો પસાર કરવા માટે નીક્ઝેન્ડૉર્ફમાં મોટી જાગીર ખરીદી. પોતાની પ્રૉપર્ટીના ઝાંપે તેમ જ પોતાના વિઝિટિન્ગ કાર્ડ ઉપર પોતાના નામ નીચે એ જાહેરાત કરતો : ‘જોહાન ફાન બીથોવન, લૅન્ડ પ્રોપ્રાઇટર’. એને ચાળે ચઢીને બીથોવને પોતાના વિયેનાના ઘરની બહાર તકતી મુકાવી : ‘લુડવિક ફાન બીથોવન, બ્રેઇન પ્રોપ્રાઇટર’ ! 1822માં બીથોવને પોતાના આ શ્રીમંત ભાઈ જોહાન સાથે સુલેહ કરવા પ્રયત્ન કર્યો કારણ કે એથી પોતાના સંગીતના ધંધામાં પોતાને ફાયદો થાય એવી એની ગણતરી હતી. પણ એના સતત શંકાશીલ સ્વભાવને કારણે જોહાન સાથે એનો મેળ જામ્યો જ નહિ, અને ઝઘડા ચાલુ રહ્યા. ખરેખર પોતાને પ્રતાપે જ એ સડેલી જિંદગી જીવી રહ્યો હતો. સ્વરચિત ધ્વનિના કિલ્લાઓમાં એને સાથ