પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
મોત્સાર્ટ અને બીથોવન
 


આપવા કોઈ જ સાથીદાર નહોતો. પોતાના મકાનમાલિક અને નોકરો સાથે એ હરહંમેશ ઝઘડતો રહેલો. એમને એ ગાળો ભાંડતો : “જુઠ્ઠા, ચોર, બદમાશ, લબાડ, ધુતારા !” પ્રકાશકો સાથે અનંત પત્રવ્યવહારમાં એ એવો પડ્યો કે સંગીતસર્જન બાજુ પર રહી ગયું !

રોસિની સાથે મુલાકાત

યુરોપિયન સંગીતનો નવો ચમકતો સિતારો રોસિની 1822માં વિયેના આવેલો. એને મળવાની બીથોવને પહેલાં તો ના કહી દીધી, પણ પછી બંને મળ્યા. પણ મુલાકાત દરમિયાન સાચું જોતાં કોઈ જ વાત થઈ નહિ. એનાં કારણોમાં પહેલું તો બીથોવનની બહેરાશ, બીજું બીથોવનનું ઇટાલિયન ભાષાનું અજ્ઞાન, ત્રીજું રોસિનીનું જર્મન ભાષાનું અજ્ઞાન અને ચોથું દુભાષિયાનો અભાવ સમાવેશ પામે છે. એવામાં જ સંગીતની દુનિયાના અદ્ભુત આશ્ચર્ય સમો માત્ર અગિયાર વરસનો પિયાનો પ્રોડિજી ફૅરેન્ક લિઝ પણ વિયેના આવેલો. વાયકા એવી છે કે લિઝના જલસામાં બીથોવન હાજર રહેલો અને જલસાના સમાપન પછી એણે એ બાળપ્રતિભાને માથે ચુંબન કરેલું.

‘ધ ગ્રેટ માસ’તી પૂર્ણાહુતિ

1822માં બીથોવને ‘ધ ગ્રેટ માસ’ પૂરો કર્યો. પણ જેમની સાથે સોદો કરેલો એ ચાર પ્રકાશકોને છાપવા આપવાને બદલે એણે યુરોપના જુદા જુદા રાજદરબારોમાં એની મૅન્યુસ્ક્રિપ્ટ્સ મોકલી આપવા માટે પુછાવ્યું ! એમાંથી દસ રાજદરબારોએ એની મૅન્યુસ્ક્રિપ્ટ્સ માંગી. એ દસમાં રશિયાનો ઝાર, પ્રુશિયાનો રાજા, ડેન્માર્કનો રાજા, સેક્સનીનો રાજા અને ફ્રાંસનો રાજા લૂઈ અઢારમો અને સેંટ પીટર્સબર્ગનો યુવાન પ્રિન્સ ગૅલિટ્ઝીન સામેલ હતા. ગૅલિટ્ઝીન તો બીથોવન પાછળ પાગલ થઈ ગયો. એણે 1822માં બીથોવન પાસે ત્રણ નવા સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ માંગ્યા, અને બદલામાં મોં માંગ્યા દામ માંગી લેવાની વિનંતી કરી. એક ક્વાર્ટેટના પચાસ દુકાત લેખે બીથોવને એ ત્રણે ક્વાર્ટેટ લખી