પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૭૩
 


આપ્યા. 1824માં એણે પેલા ચારે પ્રકાશકોને ‘ધ ગ્રેટ માસ’ની મૅન્યુસ્ક્રિપ્ટ મોકલી આપી. આખરે મેઇન્ઝ નગરના પ્રકાશક શૉટે એને છાપ્યો, બીજા ત્રણ નારાજ થયા. ફ્રાંસના રાજા લૂઈ અઢારમાએ બીથોવનને સોનાનો ચંદ્રક મોકલી આપ્યો.

1822ના અંતમાં એનો ઑપેરા ‘ફિડેલિયો’ ફરી એક વાર વિયેનામાં ભજવાયો. આ વખતે એ એટલો બધો હિટ ગયો કે થિયેટરે એની પાસે નવા ઑપેરાની માંગણી કરી. પણ અગાઉ જોયું તે મુજબ બીથોવને આકાશપાતાળ ખૂંદી વળવાની મથામણો કરી છતાં યોગ્ય લિબ્રેતો નહિ મળ્યો તેથી નવો ઑપેરા ના સર્જાયો તે ના જ સર્જાયો. એ જ વર્ષે નવેમ્બરમાં લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીએ 50 પાઉન્ડની કિંમતે એની પાસે નવી સિમ્ફની માંગી. બીજા દેશોમાંથી તો વધુ કિંમત મળી શકે એવી દલીલો બીથોવને પહેલાં કરી જોઈ પણ એથી ઝાઝું વળી નહિ શકે તેવું જણાતાં ડાહ્યા બનીને એણે મૂળ દરખાસ્ત સ્વીકારી લીધી. એવામાં જ વિયેનાના ઇમ્પીરિયલ ચૅમ્બર કંપોઝર એન્ટોન ટેઈબરનું અવસાન થતાં જ એ પદ પર પોતાની નિમણૂક કરવા માટે બીથોવને અરજી કરી, પણ એ અરજી તરત જ ફગાવી દેવામાં આવી કારણ કે એ પદ જ બરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું વિયેનાના રાજાએ જણાવ્યું.

નવી કૃતિઓ

એની સર્જનગતિ તો હવે મંદ જ હતી. 1823માં ‘બૅગેટેલેસ’ (ઓપસ 126) લખ્યું. પ્રિન્સ ગૅલિટ્ઝીને માંગેલા ત્રણ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ (ઓપસ 127, 130 અને 132) 1824-25માં લખાયેલા. 1824ના ફેબ્રુઆરીમાં એણે નવમી સિમ્ફની પૂરી કરી. એના પત્રો અને સ્કેચબુક્સ ૫૨થી એ સ્પષ્ટ થાય છે કે દસમી સિમ્ફનીના સ્કેચિઝ એણે કરેલા ખરા પણ એ સિમ્ફની કદી પૂરી થઈ નહિ ! પછી બીજા બે સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ (ઓપસ 131 અને 135) તથા ‘ધ ગ્રાન્ડ ફ્યુગ’ લખ્યા.