પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
મોત્સાર્ટ અને બીથોવન
 


ચોમેર વાત ચાલી રહી હતી કે એની નવમી સિમ્ફનીનો પ્રીમિયર શો બર્લિનમાં થવાનો છે. તેથી એના જબરા ચાહકો એવા ત્રીસ વગદાર વિયેનાવાસીઓએ છાપામાં જાહેરાત છપાવીને એને અરજી કરી કે આ સન્માન વિયેનાનગરીને મળવું જોઈએ. વાંચીનેં ક્ષણાર્ધ (પૂરતો) ક્રોધ કરીને એ સિમ્ફનીનો પ્રીમિયર શો વિયેનામાં કરવા માટે બીથોવન તરત તૈયાર થઈ ગયો. 1824ના મેની સાતમીએ વિયેનામાં એનો પ્રીમિયર શો થયો પણ કોયરે અને ઑર્કેસ્ટ્રાએ એના ગાયનવાદનમાં વેઠ ઉતારી. છતાં શ્રોતાઓએ તો એને પાંચ વાર તાળીઓના લાંબા ગડગડાટથી વધાવી લીધી. વિયેનાના રાજા અને એના પરિવારના સભ્યોએ પણ બીથોવનને સ્ટૅન્ડિન્ગ ઓવેશનથી નવાજ્યો. પણ આ જલસાથી બીથોવનને ચોખ્ખો નફો માત્ર 420 ફ્લોરિન્સનો જ થયો. થોડા જ દિવસ પછી આ સિમ્ફનીનો યોજાયેલો બીજો જલસો તો ખોટમાં પરિણમ્યો. ગિન્નાયેલા બીથોવને મિત્ર શીન્ડ્લર પર છેતરપિંડીનો આક્ષેપ મૂક્યો ! પછી આ સિમ્ફનીની મૅન્યુસ્ક્રિપ્ટ લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીને મોકલી આપી, કારણ કે થોડા વખત અગાઉ એ સોસાયટીએ નવી સિમ્ફની એની પાસે માંગેલી. લંડનમાં એ જ વર્ષે (1824) માર્ચની ઓગણત્રીસમીએ આ સિમ્ફનીનો પ્રીમિયર શો થયો. પ્રુશિયાના રાજા પ્રત્યે પોતાને ભારોભાર તિરસ્કાર હોવાનું બીથોવને જાહેર કરેલું તે છતાં એણે એ જ રાજાને આ સિમ્ફની અર્પણ કરી. બદલામાં એ રાજાએ બીથોવનને કોઈ મોભાદાર ખિતાબથી તો નવાજ્યો નહિ, પણ માણેક જડેલી એક અંગૂઠીની ભેટ આપી. બીથોવને એને ‘લાલ રંગના પથ્થરની અંગૂઠી’ કહી ઉતારી પાડી.

ભત્રીજાનો આપઘાત

1823થી 1825 સુધી વિયેના યુનિવર્સિટીમાં ભણતા ભત્રીજા કાર્લની મહત્ત્વાકાંક્ષા હતી કે કાં તો લશ્કરમાં જોડાવું અથવા ધંધો કરવો. પણ બીથોવને એને ભાષાઓના શિક્ષક બનવાની ફરજ પાડી. તરત