પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૭૭
 

પછી તો કમળો અને ડ્રૉપ્સી પણ થયા. બે જ મહિના પછી જોહાને આવીને બીથોવન સાથે રહેવું શરૂ કર્યું. બીથોવનની દેખરેખમાં મિત્રો હોલ્ઝ અને શીન્ડ્લર તો પહેલેથી હતા જ.

એવામાં બ્રિટનમાં રહેતા સ્ટૂમ્ફ નામના એક જર્મન માણસે એવું સાંભળ્યું કે બીથોવનનો સૌથી વધુ પ્રિય કંપોઝર હૅન્ડલ છે. તાજેતરમાં જ હૅન્ડલના સમગ્ર સંગીતનું પ્રકાશન થયેલું. ડૉ. ઍર્નોલ્ડે સંપાદિત કરેલા એ સમગ્ર સંગીતને સમાવતા ચાળીસ ગ્રંથો એણે બીથોવનને ભેટ મોકલી આપ્યા. બીથોવન ખુશ થયો, એણે સ્ટૂમ્ફને આભારપત્ર પણ લખ્યો, એમાં વળી લખ્યું કે, “લંડન ફિલ્હાર્મોનિક સોસાયટી થોડાં વરસો અગાઉ મારા લાભાર્થે જલસો યોજવા માંગતી હતી. એ જલસો યોજાય તો મને આનંદ થશે.” સોસાયટીએ જવાબ આપ્યો કે, “જલસો યોજીને 100 પાઉન્ડ બીથોવનને ચૂકવાશે, પણ માંદગીની સારવાર માટે જરૂર હોય તો વધુ નાણાં પણ ચૂકવવામાં આવશે.” પોતાની સાચી નાણાકીય પરિસ્થિતિ બીથોવને છેલ્લા શ્વાસ સુધી છુપાવી રાખેલી. પોતાના શૅરસ્ટૉકનો અખંડ વારસો ભત્રીજાને આપવાની એની તમન્ના હતી. કોઈ પણ ભાગે એને એ વેચી દેવાની તૈયારીમાં નહોતો. નવી સિમ્ફની લખી આપવાનો વાયદો કરતાં એણે સોસાયટીને લખ્યું : “મારા ડેસ્કમાં નવી સિમ્ફનીના સ્કેચિઝ પડેલા જ છે.” આ સમયે એણે શુબર્ટનાં ગીતો વાંચ્યાં. એ નવોદિત સંગીતપ્રતિભાને એ તરત જ પિછાણી ગયો. શુબર્ટ એક વાર આવીને એને મળી પણ ગયો.

અંતિમ દિવસો

આખરે લશ્કરમાં જોડાવા દેવાની સંમતિ બીથોવને ભત્રીજાને આપી દીધી. એને હતું કે આ રીતે જ ભત્રીજો શિસ્ત શીખી શકશે. એ ‘ઇગ્લુ’ રેજિમેન્ટમાં દાખલ થઈ ગયો એ પહેલાં બીથોવને એને છેલ્લી વાર મળી લીધું. એના ગયા પછી બીથોવને વિલ બનાવ્યું અને એમાં ભત્રીજા કાર્લને પોતાની સઘળી પ્રૉપર્ટીનો એકમાત્ર વારસ