પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
 


બેનેડિક્સાઈન્સે એને અભ્યાસ માટે આર્થિક સહાય આપી. પણ ભણવામાંથી તરત જ મન ઊઠી ગયું, એને સંગીત તરફ આકર્ષણ જાગ્યું. પછી તો ઑગ્સબર્ગનો એણે ત્યાગ કર્યો; પણ એ જમાનામાં સંગીતના અભ્યાસ માટે કોઈ કૉલેજ કે યુનિવર્સિટી હતી નહિ.

1740માં કાઉન્ટ જોહાન ફૉન થર્નના ઘરમાં સંગીતકાર અને ઘરનોકર તરીકેની સંયુક્ત સેવાઓ આપવા માટેની નોકરી લિયોપોલ્ડે સ્વીકારી. આ પ્રકારની નોકરી અઢારમી સદીના યુરોપમાં ઘણી પ્રચલિત હતી. લગભગ દરેક શ્રીમંત ઘરમાં એવા થોડા નોકરો હતા જે જરૂર પડ્યે ગાઈ-વગાડી શકે. એ જમાનામાં જાહેર જનતા માટે સંગીતના જલસા ભાગ્યે જ યોજાતા. એટલે એ રીતે ફ્રી લાન્સ ધોરણે કારકિર્દી ઘડવી અશક્ય હતી. તેથી ચર્ચના કે નગરના ઑર્ગનવાદક કે સંગીત-દિગ્દર્શક તરીકે કે રાજદરબારમાં સંગીતકાર કે સંગીતશિક્ષક તરીકે નોકરી ના મળે તો સંગીતકારને આ રીતે ગુજારો કરવા સિવાય બીજો કોઈ છૂટકો જ નહોતો. હાયડન નસીબદાર હતો. એણે ઍસ્ટર્હેઝી કુટુંબના સંગીતકાર તરીકે ચાળીસથી પણ વધુ વરસો સુધી નોકરી કરેલી. મોત્સાર્ટના સમકાલીન સંગીતકાર ડિટર્સ્ડોર્ફની આત્મકથામાંથી ઘરગથ્થુ સંગીતકારો કેવી પરિસ્થિતિમાં જીવતા હતા એનું ચિત્ર મળે છે. સંગીતકાર જો માલિકના ઘરમાં જ રહેતો હોય તો ઘરગથ્થુ નોકરી માટેનો ખાસ ગણવેશ એણે પહેરવો પડતો. એ પોતે પણ ઘરગથ્થુ નોકર જ ગણાતો અને બીજા નોકરો જોડે જ એણે ભોજન લેવાનું રહેતું. માલિકને સંગીતકાર પ્રત્યે જો પ્રેમ અને અહોભાવ હોય તો એની પરિસ્થિતિ થોડી વધુ સગવડદાયક બનતી. આજે ભલે આપણને આ પરિસ્થિતિ બેહૂદી જણાય પણ અઢારમી સદીમાં તો એ ઘણી જ સારી ગણાતી. એ જમાનામાં સંગીતકારને મળતી બીજી નોકરીઓ કરતાં તો એ સારી જ હતી. એમાં જવાબદારીઓ ભારે નહોતી, અને ઘરગથ્થુ ઑર્કેસ્ટ્રાનું કદ જો મોટું