પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય
૧૮૧
 

વળી સહેજ તણાવનો ભાવ પણ એ મુખ પર ઊતરી આવતાં એ સુંદર દેખાવા માંડ્યું. એણે વાયોલિન વગાડવું શરૂ કર્યું. એમણે બીથોવનનો ‘ક્રુત્ઝર સોનાટા’ વગાડવો શરૂ કરેલો. એની પહેલી ગત ‘મૅસ્ટ્રો’ યાદ છે તમને ? ઉફ ! કેટલું ત્રાસરૂપ, કંટાળાજનક અને અસહ્ય સંગીત એ છે !? સંગીત પોતે જ કેટલી ખતરનાક ચીજ છે ! સંગીત શું છે એ હજી સુધી હું સમજી શક્યો નથી. સંગીતનો હેતુ શો છે ? એક માણસ પર એની શી અસર છે ? એવી અસર એ શા માટે કરે છે ? કહે છે કે સંગીત આત્માનું ઊર્ધ્વગમન કરવાની તાકાત ધરાવે છે. તદ્દન જુઠ્ઠાણું ! નર્યો બકવાસ ! અક્કલ વગરની વાત ! સંગીતની અસર છે, પણ એ ભયંકર ખતરનાક છે. (હું મારી જાત પરની અસરની વાત કરી રહ્યો છું.) એનાથી આત્માનું ઉત્થાન કે ઊર્ધ્વગમન થતું જ નથી. સંગીત આત્માનું અધઃપતન પણ કરતું નથી. માત્ર ક્ષણિક ઉત્તેજના પ્રેરવાનું જ કામ સંગીત કરે છે. આ હકીકત હું કેવી રીતે સમજાવું ? સંગીત મને મારી સાચી પરિસ્થિતિ ભુલાવી દે છે અને એવી પરિસ્થિતિમાં મને મૂકી દે છે જે મારી સાચી પરિસ્થિતિ નથી. સંગીતની અસર નીચે મને અજાયબ, વિચિત્ર લાગણીઓ થવા માંડે છે. સંગીતની અસર બગાસાં હાસ્ય જેવી છે. કોઈને બગાસાં ખાતો જોઈ આપણે બગાસાં ખાવા માંડીએ, પછી ભલે ને ઊંઘ આવતી ન હોય અથવા કોઈને હસતા જોઈ કારણ જાણ્યા વિના જ હસવા માંડીએ એવી જ અસર સંગીતની છે.

સંગીત સર્જતી વખતે કંપોઝર જે હાલતમાં હોય એ હાલતમાં હું પણ એ સંગીત સાંભળીને મુકાઈ જાઉં છું. એ કંપોઝર એ વખતે જે મૂડમાં હોય એ મૂડમાં હું પણ મુકાઈ જાઉં છું. એક પછી એક જે જે મૂડમાં તે વિહાર કરે તે પ્રત્યેક મૂડમાં હું પણ મુકાતો જાઉં છું. માત્ર કંપોઝર (આ દાખલામાં ‘ક્રુત્ઝર સોનાટા’નો કંપોઝર બીથોવન) જ જાણે કે એ તે મૂડમાં શા માટે હતો ! મને તેનાં કારણોની ગતાગમ નથી પડતી; તેથી