પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ – ૧૩
બીથોવન વિશે રિચાર્ડ વાગ્નર


બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક જેમ જેમ તૂટતો ગયો તેમ તેમ બીથોવનનું આંતરદર્શન વધુ ને વધુ સ્પષ્ટ થતું ગયું. આંતિરક સંપત્તિ અંગે એનો આત્મવિશ્વાસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ એ મિત્રો અને શ્રીમંતો પાસેથી વધુ ને વધુ એવી આશા રાખતો ગયો કે એની કૃતિઓ માટે પૈસા ચૂકવવાને બદલે એ લોકો એના દુન્યવી લાલનપાલન-ભરણપોષણની અને સગવડોની કાયમી જવાબદારી પોતાને માથે લઈ લે જેથી નાણાં કમાવાની બાબતે નચિંત થઈ એ સંગીતસર્જન કરતો રહે; અને એ આશા પૂરેપૂરી ફળીભૂત થઈ ! સંગીતના ઇતિહાસમાં પહેલી જ વાર એવું બન્યું કે ધનાઢ્ય મિત્રો અને શ્રીમંત આશ્રયદાતા એક સર્જકને પૂરી આઝાદી બક્ષવામાં સફળ થયા હોય. આવી જ નાજુક ક્ષણ અગાઉ જ્યારે મોત્સાર્ટની જિંદગીમાં આવેલી ત્યારે શ્રીમંતોએ મોં ફેરવી લેતાં મોત્સાર્ટનો યુવાવયે જ ખાત્મો થઈ ગયો !
– રિચાર્ડ વાગ્નર

‘બીથોવન’માંથી, 1870
 


✤ ✤

૧૮૪