પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૧૧
 


1747ની એકવીસમી નવેમ્બરે મારિયા એના પેર્ટલ નામની હસમુખી અને પ્રેમાળ સ્વભાવ ધરાવતી સત્તાવીસ વરસની એક યુવતી સાથે લિયોપોલ્ડે લગ્ન કર્યાં. કોઈ સરકારી અફસરની એ પુત્રી હતી. એનો પોર્ટ્રેટ જોતાં તરત જ લાગે છે કે મોત્સાર્ટને લાંબુંલચક નાક એની માતા પાસેથી જ વારસામાં મળ્યું હોવું જોઈએ. મારિયાએ લિયોપોલ્ડનાં સાત બાળકોને જન્મ આપેલો. પણ પાંચ તો બાળપણમાં જ મૃત્યુ પામેલાં. નૅનર્લ નામે ઓળખાતી માત્ર એક પુત્રી મારિયા (એ 1751ની ત્રીસમી જુલાઈએ જન્મેલી) તથા એક પુત્ર મોત્સાર્ટ (એ 1756ની સત્તાવીસમી જાન્યુઆરીએ સંત જૉન ક્રિસોસ્ટોનના દિવસે જન્મેલો) એમ બે જ સંતાન ઊછરીને મોટાં થઈ શક્યાં. (એક વેપારી એમેડિયસ પગ્મેર અને તેની પત્ની મારિયા કોર્ડુલા મોત્સાર્ટ અને નૅનર્લના ગૉડ્પૅરન્ટ્સ બનેલા.)

ત્રણ વરસનો પુત્ર મોત્સાર્ટ અનન્ય અને વિચક્ષણ સાંગીતિક પ્રતિભા ધરાવે છે એ હકીકતનો અંદાજ પિતા લિયોપોલ્ડને તરત જ આવી ગયેલો. નૅનર્લ*[૧] ક્લેવિયરવાદનમાં નિપુણ બની. મોત્સાર્ટની જોડે એણે પણ બાળપણમાં સંગીત પ્રતિભાથી લોકોનું ધ્યાન ખેંચેલું. મોટી ઉંમરે ઘર ચલાવવામાં ટેકો કરવા ક્લેવિયરના ટ્યૂશન પણ કરતી. બે વાર પ્રેમમાં પડીને બંને વાર નિષ્ફળ ગઈ. એ પછી તેંત્રીસ વરસની ઉંમરે એ બે વાર વિધુર બની ચૂકેલા બૅરોન ફોન બૅર્ક્ટોલ્ડ નામના અડતાળીસ વરસના આદમીને પરણી ગઈ. અને તરત જ પાંચ સંતાનોની એ અપરમા બની. સત્તર વરસના લગ્નજીવન બાદ પચાર વરસની ઉંમરે એ વિધવા બની. વિધવા બન્યા બાદ એ પિયરમાં આવીને વસી અને મૃત પતિએ એને માટે ગોઠવેલી નાનકડી આવકમાં વૃદ્ધિ કરવા માટે ફરીથી એણે સંગીતનાં ટ્યૂશન શરૂ કર્યા. 1829ની ઓગણત્રીસમી ઑક્ટોબરે ભાઈ મોત્સાર્ટના મૃત્યુ પછી લગભગ આડત્રીસ વરસે એ મૃત્યુ પામી. જીવનનાં છેલ્લાં ત્રણ વરસ


  1. * આખું નામ : મારિયા આના વાલ્બુર્ગા ઇગ્નાતિયા.