પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૧૫
 


સંગીત જલસાઓથી ચિક્કાર આ બીજી યાત્રાએ મોત્સાર્ટને સાવ થકવી નાખ્યો. વિયેના પછી પ્રૅસ્બર્ગ અને લિન્ઝમાં પણ શ્રોતાઓને સંગીત વડે પ્રસન્ન કરીને પરિવાર સાલ્ઝબર્ગ પાછો આવ્યો. ફાયદો એ થયો કે ચોમેર મોત્સાર્ટની કીર્તિ ફેલાઈ. પણ ઘેર આવીને એ તરત જ માંદગીમાં પટકાયો. તાવના હુમલા એને વારંવાર આવતા એવું મોત્સાર્ટ અને લિયોપોલ્ડના પત્રોમાં માંદગીના ઉલ્લેખો પરથી જણાય છે. આજનું તબીબી વિજ્ઞાન એવું માને છે કે બાળપણથી જ મોત્સાર્ટને ર્‌હ્યુમેટિક તાવની બીમારી હતી.

પરિવારની ત્રીજી યાત્રા ખાસ્સી લાંબી રહી – 1763ના જૂનથી 1766ના નવેમ્બર સુધી સાડા ત્રણ વરસની. એમાં યુરોપનાં ઘણાંબધાં નગરો આવરી લેવાયાં. સૌથી પહેલાં ફ્રેંચ રાજધાની પૅરિસમાં પરિવારે પાંચ મહિના સુધી ધામા નાંખ્યા. એ પછી ત્રણ મહિના લંડનમાં વિતાવી લીલે, ઘેન્ટ, હૅગ, ઍમ્સ્ટર્ડેમ અને મેક્લિન થઈને એ પૅરિસ ગયો અને ત્યાંથી ડાયોન, લિયોન્સ, જિનિવા, લુઝાન, બર્ન, ઝ્યુરિખ, ડોનાશિન્જેન, બિબ્રાખ, ઉલ્મ અને મ્યુનિખથી સાલ્ઝબર્ગ પાછો આવ્યો.

સમ્રાટની પરીક્ષા

બંને બાળકો પોતાની શક્તિઓને કારણે પ્રવાસમાં બધે જ આકર્ષણનું કેન્દ્ર બન્યાં. મોટે ભાગે રાજદરબારો અને શ્રીમંતો સમક્ષ જ એમણે સંગીત પીરસ્યું; પણ સાથે થોડાક જાહેર જલસા પણ કર્યા. જે નગરમાં જવાનું ગોઠવ્યું હોય ત્યાંના નગરશ્રેષ્ઠી અને વગદાર, નાગરિકો પરના ભલામણપત્રો મેળવી લેવાની તજવીજ લિયોપોલ્ડ આગોતરી જ કરી લેતો. મોત્સાર્ટના સહજ નિર્દોષ વર્તનને કારણે તેને જોતાં જ લોકોના હૃદયમાં વહાલ ઊભરાતું. એવી બાળસહજ બેફિકરાઈથી જ એણે ઑસ્ટ્રિયાના સમ્રાટનું દિલ જીતી લીધેલું; કારણ કે મોત્સાર્ટે એ સમ્રાટ તરફ કોઈ વિશેષ ધ્યાન આપેલું નહિ! અગાઉથી