પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
મોત્સાર્ટ અને બીથોવન
 

 પણ મોત્સાર્ટે ઓફર્તોરી ‘મિસેરિકોર્દિયાસ દૌમિની’ (K 222) લખ્યો. ઈલેક્ટરે મોત્સાર્ટના બે માસ ચર્ચમાં ગવડાવ્યા. પણ નિરાશ થઈને બાપદીકરો માર્ચ મહિનામાં સાલ્ઝબર્ગ પાછા ફર્યા કારણ કે મોત્સાર્ટને ત્યાં કોઈ સારી નોકરીની દરખાસ્ત મળી નહિ. 1775ના એપ્રિલમાં ઑસ્ટ્રિયન આર્ચડ્યૂક મૅક્સિમિલિયન સાલ્ઝબર્ગમાં હતો. એના માનમાં યોજાયેલા જલસામાં મોત્સાર્ટનો કેન્ટાટા ‘ઇલ રે પેસ્તોરે’*[૧] ભજવાયો. 1775ના સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના ચાર મહિનામાં મોત્સાર્ટે માત્ર ત્રણ જ માસ લખ્યા. એના જેવા ફળદ્રુપ સર્જક માટે આ ખૂબ નાની સંખ્યા કહેવાય. શક્ય છે કે એ સમયે એને મૅન્ટલ-બ્લૉક થયો હોય. નૅનર્લ આ સમયે ડાયરીમાં નોંધે છે : “મારો ભાઈ સાવ પીળો પડી ગયો છે.” એ વખતના એક પોર્ટ્રેટમાં પણ મોત્સાર્ટ ફિક્કો ને માંદલો દેખાય છે. 1776માં મોત્સાર્ટે પોતાના પ્રખર ચાહક પાદરી માર્તિનીને લખ્યું: “હું એ દેશમાં જીવું છું જ્યાં સંગીતના વિકાસની તક નથી. થિયેટરની હાલત કંગાળ છે. તેથી ચર્ચ, ઑર્કેસ્ટ્રા અને ચૅમ્બર ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે સંગીત લખીને હું મસ્ત રહું છું. પ્રિય સિન્યોર ફાધર માર્તિની ! આપણે એકબીજાથી કેટલા દૂર છીએ !”

ધ ગ્રાન્ડ ટૂર

દીકરાને સારી આવક આપતી કોઈ સુરક્ષિત પદવી પર સ્થિર થયેલો જોવાની લિયોપોલ્ડની વ્યાકુળતા વધતી જ ગઈ; કારણ કે મોત્સાર્ટ હવે એકવીસ વરસનો થયો હતો. ચાલુ નોકરીમાં ફરી એક વાર લાંબી રજા માટે લિયોપોલ્ડે આર્ચબિશપને અરજી કરી, પણ તે તરત જ નામંજૂર થઈ; એટલે એણે મોત્સાર્ટની સાથે યાત્રામાં પોતાની પત્નીને મોકલવાનું નક્કી કર્યું.

બનેલું એવું કે પિતા લિયોપોલ્ડે લખેલી એ અરજી ઉપર મોત્સર્ટ સહી કરેલી; અને એમાં લિયોપોલ્ડ અને મોત્સાર્ટ બંને માટે


  1. * લિબ્રતો: મેતાસ્તાસિયો.