પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
મોત્સાર્ટ અને બીથોવન
 


બનાવવા મથશે. આથી માબાપ માટે પણ વધુ આરામદાયક સંજોગો ઊભા થશે. આપણે આપણી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ એવો ઉપદેશ ગૉસ્પેલ આપે છે. મારો અંતરાત્મા એવું કહે છે કે મારા પિતાએ થાક્યા વિના આખી જિંદગી મને શિક્ષણ આપ્યું તે બદલ હું મારા પિતાનો ઋણી છું. ઈશ્વરના પ્રતાપે અને ઈશ્વરની દયાથી જ મને આ તક સાંપડી છે. તેથી મારા પગ ઉપર ઊભા રહેતાં શીખીને મારે મારી બહેનનો અને મારા પિતાનો ભાર હળવો કરવો જ પડશે. હાર્પિસ્કોર્ડ ઉપર ઘણા કલાકો વિતાવીને મારી બહેને પણ તાલીમ મેળવી હતી. પણ તે આ તાલીમનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકી નહોતી.

તેથી પાનખરમાં હું અહીંથી પ્રયાણ કરવા ધારું છું, જેથી મારે ઠંડા શિયાળાનો સામનો પ્રવાસ દરમિયાન કરવો પડે નહિ. મારા આ બયાનને આપ નજરઅંદાજ કરશો નહિ એવી મારી આશા છે. આપ મહેરબાને આજ સુધીમાં મારી ઉપર અમીભરી દૃષ્ટિ વડે જે કૃપા વરસાવી છે તે બદલ હું આપનો હૃદયપૂર્વક ઋણી છું. મારા ભવિષ્યનાં પુખ્ત વરસોમાં વધુ સફળતાપૂર્વક હું આપની સેવા કરી શકું તેવી તમન્ના હું સેવું છું.

– આપનો અત્યંત નમ્ર સેવક
 
વુલ્ફગૅન્ગ ઍમેડી મોત્સાર્ટ
 

અને લિયોપોલ્ડ તો આર્યબિશપની નોકરીમાં ચાલુ રહ્યો.

1777ની ત્રેવીસમી સપ્ટેમ્બરે માતાપુત્રે સાલ્ઝબર્ગથી પ્રસ્થાન કર્યું. બીજે દિવસે લિયોપોલ્ડે મોત્સાર્ટને કાગળ લખ્યો: “તમને બંનેને આવજો કહ્યું ત્યારે મારી આંખોમાં આવતાં આંસુને હું માંડ માંડ ખાળી શક્યો. પછી મેં તો ઉપર જઈને આરામ-ખુરશીમાં લંબાવ્યું પણ નૅનર્લ તો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એને શાંત પાડતાં મારે નાકે દમ આવ્યો. પછી એની સાથે હું પત્તાં રમ્યો અને અમે મારા રૂમમાં જમ્યાં. ઈશ્વરના આશીર્વાદથી અમે બંને પથારીમાં ઊંઘી ગયાં. પ્રિય વુલ્ફગૅન્ગ, હાથ