પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
મોત્સાર્ટ અને બીથોવન
 


હિરોનિમસ કોલોરાડોને મોત્સાર્ટે નાખુશ કરેલા એ વાત ઊડતી ઊડતી અહીં આવેલી. જે નોકરને જૂના માલિક સાથે વાંકું પડ્યું હોય તેને બીજો કોઈ માલિક દાદ આપે નહિ તેવી રાજવી ઘરાણાની મર્યાદા મોત્સાર્ટને નડી. મેક્સિમિલિયન ત્રીજાએ ઈટાલી જઈ ત્યાં નસીબ અજમાવવાની સલાહ આપી. મ્યુનિખમાં લિયોપોલ્ડના મિત્ર ફ્રાન્ઝ જૉસેફ આલ્બર્ટે મોત્સાર્ટને યોગ્ય નોકરી મળે ત્યાં સુધી ભરણપોષણનાં ભથ્થાં આપવાની દરખાસ્ત કરી પણ તેથી તો ખુદ્દાર લિયોપોલ્ડનો અહમ્ ઘવાયો !

મેન્હીમમાં સત્તાધીશ કાર્લ થિયોડોર સંગીત, કલા અને વિજ્ઞાનનો આશ્રયદાતા હતો. પણ મોત્સાર્ટને એ પનાહ આપી શક્યો નહિ. પણ મેન્હીમના સંગીતકારોએ મોત્સાર્ટની પ્રતિભા પિછાણી. કંપોઝરો જોહાન ક્રિશ્ચિયન કેનેબીખ અને ઈગ્નેઝ હોલ્ઝ્‌પોર, વાંસળીવાદક જોહાન બૅપ્ટિસ્ટ વૅન્ડલિન્ગ, ઓબોવાદક ફ્રીડરિખ રૅમ, વાયોલિનિસ્ટ ક્રિશ્ચિયન ડેનર તથા ટેનર એન્ટોન રાફ — એ બધા જ મોત્સાર્ટના પાકા દોસ્ત બની ગયા. પણ દરબારી કપેલમઈસ્ટર એબી વૉગ્લર સાથે દુશ્મની વહોરી લીધી. પેલા દોસ્તો માટે મોત્સાર્ટે દરેકને અનુરૂપ સુંદર કૃતિઓ લખી આપી.

પ્રથમ પ્રેમ અને માતાનું અવસાન

પણ મેન્હીમમાં મોત્સાર્ટ પહેલી વાર પ્રેમમાં પડ્યો. એનું નામ હતું આલોઈસિયા વેબર. મેન્હીમ થિયેટરમાં બાસ ગાયક અને પ્રોમ્પ્ટરની નોકરી કરતો ફ્રિડોલીન વેબર નામનો બેતાળીસ વરસનો એક ગરીબ માણસ હતો. એને ચાર દીકરીઓ હતી : જૉસેફા, આલોઇસિયા, કૉન્સ્ટાન્ઝે અને સોફી. આલોઇસિયા એ વખતે સત્તર વરસની હતી; અને સોપ્રોનો ઑપેરા ગાયિકા – પ્રિમ ડોના – તરીકેની કારકિર્દીનો આરંભ કરી રહી હતી. એને માટે મોત્સાર્ટે કૉન્સર્ટ એરિયા લખ્યો – ‘પોપોલી દિ થેસાલિયા’. (આલોઇસાનો કાકાનો છોકરો કાર્લ મારિયા ફોન વેબર (1786-1826) આગળ જતાં મહાન