પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૩૫
 


સંગીતકાર બનેલો.) મોત્સાર્ટ પ્રવાસ દરમ્યાન પિતાને સતત કાગળો લખતો રહેલો. પણ આ પરિસ્થિતિથી તો લિયોપોલ્ડ ખાસ્સી ચિંતામાં પડી ગયો. પુત્ર ધ્યેય ભૂલીને ભટકી ગયો હોય એવું એને લાગ્યું. સમય વેડફવો બંધ કરીને તરત જ પૅરિસ ચાલ્યા જવાનું ફરમાન કાઢ્યું. લિયોપોલ્ડે કાગળમાં મોત્સાર્ટને લખ્યું: “હું ઘરડો થઈ રહ્યો છું, અને ઘર ચલાવવા માટે મદદ કરવા માટે નૅનર્લ ટ્યૂશનો કરે છે. તું જેટલા દિવસ બહાર રહે તેટલો ખર્ચ વધતો જાય છે. તું તારી મમ્મીને લઈને સીધો ઘરે પાછો આવી જા.” આજ્ઞાંકિત પુત્રને પિતાના ફરમાનનું પાલન કરવા સિવાય છૂટકો નહોતો, એટલે એ મમ્મી સાથે ૧૭૭૮ના માર્ચની ત્રેવીસમીએ પૅરિસ આવી પહોંચ્યો.

પૅરિસમાં કોઈ ઑપેરા લખવાની વરદી મળે તેવી મોત્સાર્ટની તમન્ના ફળી નહિ. તેણે નછૂટકે સંગીતનાં ટ્યૂશનો આપવાં શરૂ કર્યા જેથી રોજિંદા ખર્ચાને પહોંચી વળી શકાય. તેણે પિતાને લખ્યું :

જો શિષ્ય શીખવા માટે રસ અને રુચિ ધરાવતો હોય અને સાથે ટેલેન્ટ પણ ધરાવતો હોય તો જ મને શીખવતાં આનંદ થશે. પણ સંગીતની સાધારણ શક્તિ ધરાવતા શિષ્યને ઘરે ચોક્કસ સમયે જવાનું અથવા તેની રાહ જોતા બેસી રહેવાનું મને પાલવતું નથી; પછી ભલે ને ગમે તેટલા પૈસા મળતા હોય ! પ્રસન્ન થઈને ઈશ્વરે મને સંગીત-નિયોજનની વિપુલ અને અદ્‌ભુત શક્તિ બક્ષી છે તેને મારે શા માટે આ રીતે દફનાવી દેવી જોઈએ ? કોઈ પણ હિસાબે નહિ, જ.

પૅરિસમાં એક કડવો પ્રસંગ બન્યો. ડચેસ દ ચાબોએ મોત્સાર્ટને પિયાનો વગાડવા આમંત્રણ આપ્યું; પણ અત્યંત ઠંડુંગાર તેનું સ્વાગત કર્યું. એક અત્યંત ઠંડા બર્ફીલા ઓરડામાં ક્યાંય સુધી મોત્સાર્ટને બેસાડી રાખીને મોત્સાર્ટને એક પિયાનો આપ્યો. પણ તે પિયાનો બગડેલો. સાવ ખરાબ હતો ! વળી, ઓરડામાં બેઠેલા શ્રોતાઓ ચાલું સંગીત એકચિત્તે સાંભળવાને બદલે સ્કેચિન્ગ કરતા રહ્યા !