પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
મોત્સાર્ટ અને બીથોવન
 

 અહીં માતા બીમાર પડી અને ત્રીજી જુલાઈએ મૃત્યુ પામી ! તેને પૅરિસના હોલી ઇનોસન્ટ્સ કબ્રસ્તાનમાં દફનાવી. માતાના મૃત્યુથી મોત્સાર્ટ ખળભળી ઊઠ્યો; એને ઊંડો આઘાત લાગ્યો. પણ સાથે સાથે માતાની ચોકીદારીમાંથી મોત્સાર્ટ છૂટો થયો. મોત્સાર્ટ અને લિયોપોલ્ડના પત્રોમાંથી માતાની કોઈ જ છબી ઊપસતી નથી, કોઈ જ વ્યક્તિત્વ ઊપસતું નથી. લિયોપોલ્ડને માતાના મૃત્યુની જાણ કરતા કાગળમાં મોત્સાર્ટે લખ્યું :

શાંતિ અને સ્વસ્થતાથી મેં બધું સહન કરી લીધું છે. મંમીની માંદગી ગંભીર બની ત્યારે મેં ઈશ્વરને પ્રાર્થના કરીને માત્ર બે જ ચીજ માંગી : તેના માટે આનંદપૂર્ણ મૃત્યુ તથા મારે માટે શક્તિ અને હિંમત. (3 જુલાઈ, 1778)

લિયોપોલ્ડે પોતાનો રોષ કાગળમાં પુત્ર પર કાઢ્યો :

મારું કહેવું માનીને મેન્હીમથી મમ્મીને લઈને સીધો ઘેર પાછો આવ્યો હોત તો તારી મમ્મી અવસાન પામત નહિ.… તું પૅરિસ વધુ સારા સમયે જઈ શક્યો હોત અને મારી પત્ની બચી જાત.

મેન્હીમમાં છૂટા પડતી વખતે આલોઈસિયા વેબરે મોત્સાર્ટને જાતે ભરેલાગૂંથેલા બે રૂમાલ આપ્યા અને ફ્રીડોલીને મોલિયેરના સમગ્ર સાહિત્યનો સંપુટ મોત્સાર્ટને આપ્યો. મોત્સાર્ટે આ સંપુટ આજીવન સાચવી રાખેલો.

પૅરિસમાં નવું સંગીત સાંભળવાથી મોત્સાર્ટને ફાયદો થયો. ગ્લક અને પિચિનીના ઑપેરા સાંભળવા મળ્યા, પણ તરત નવું કામ મળ્યું નહિ. ઇટાલી અને મ્યુનિખમાં એને મળેલી પ્રતિષ્ઠાથી પૅરિસ સાવ અજાણ હતું ! દૂર વર્સાઈમાં ઑર્ગનવાદકની નોકરી મળી પણ દુનિયાથી વિખૂટા થઈને એટલે દૂર જવાની એની ઇચ્છા નહોતી એટલે એ નોકરી ઠુકરાવી. ગ્લકનો ઑપેરા ‘ઍલ્ચીસ્ટ’ મોત્સાર્ટને ખૂબ પસંદ