પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૩૯
 


મ્યુનિખમાં એક નવો ઑર્કેસ્ટ્રા ગોઠવાયેલો. ત્યાં મેળ પડે એવી મુરાદ મોત્સાર્ટે સેવેલી; પણ એ પણ ફળી નહિ. કદાચ અતિશય જુવાન માણસ પર જવાબદારી મૂકતાં લોકો ખચકાતા હોવા જોઈએ. મોત્સાર્ટ ઘેર પાછો ફર્યો.

આર્ચબિશપની નોકરી

પણ એટલામાં જ સાલ્ઝબર્ગના આર્ચબિશપના ઑર્કેસ્ટ્રામાં એડ્લાસર નામનો એક સંગીતકાર મૃત્યુ પામતાં લિયોપોલ્ડની આંખમાં ચમક આવી. એ ખાલી પડેલી જગ્યા પર મોત્સાર્ટની નિમણૂક કરવા માટે એ આર્ચબિશપને રાજી કરી શક્યો. પણ સાલ્ઝબર્ગમાં નોકરી કરવા નહિ ઈચ્છતા મોત્સાર્ટને લિયોપોલ્ડે મહાપરાણે સમજાવ્યો. પશ્ચિમ યુરોપમાં સાલ્ઝબર્ગ મોકાને સ્થાને છે. અહીંથી વિયેના, જર્મની, ઇટાલી અને ફ્રાંસ નજીક છે. પણ ત્યાં તો એ જ વખતે આલોઇસિયાએ તડ ને ફડ કહેવડાવી દીધું કે એ મોત્સાર્ટને ચાહતી નથી ! એ ઑપેરાસ્ટાર – પ્રિમા ડોના – બની ચૂકી હતી, એને એક સામાન્ય સંગીતકારમાં કોઈ દિલચસ્પી નહોતી. મોત્સાર્ટે લિયોપોલ્ડને કાગળમાં લખ્યું : “આજે તો હું, બસ, માત્ર રડું જ છું.” (ડિસેમ્બર 29, 1778) મોત્સાર્ટના મૃત્યુ પછી આડત્રીસ વરસે 1829માં મૅરી નૉવેલાએ આલોઇસિયાને પૂછેલું કે તેણે મોત્સાર્ટને શા માટે ઠુકરાવેલો. આલોઇસિયા કોઈ જવાબ આપી શકેલી નહિ. મોત્સાર્ટે આર્ચબિશપની નોકરી તરત જ સ્વીકારી લીધી. એમાં એણે લાલ કોટનો યુનિફૉર્મ પહેરવો પડતો. આ નોકરી દરમ્યાન મોત્સાર્ટે ઘણીબધી સંગીતકૃતિઓ રચી. મ્યુનિખના કાર્નિવલ ઉત્સવ માટે તેણે લખેલા ઑપેરા ‘ઇડોમેનિયા’નો પ્રીમિયર શો 1781ના જાન્યુઆરીની ઓગણત્રીસમીએ થયો. એ સાંભળવા લિયોપોલ્ડ અને નૅનર્લ પણ ગયેલાં. એને મળેલી આરંભિક સફળતા ઝાઝી ટકી નહિ. મોત્સાર્ટના અવસાન પછી 1854માં ડ્રેસ્ડનમાં એ ફરી ભજવાયો ત્યારે પણ એને