પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
મોત્સાર્ટ અને બીથોવન
 

દીકરાને લખ્યા. (પણ એ પત્રોમાંથી 1781ના જાન્યુઆરીની બાવીસમી પછીનો એક પણ પત્ર બચ્યો નથી. લગ્ન પછી કૉન્સ્ટન્ઝાએ પોતાના પિયરને વગોવતા એ બધા જ પત્રો ફાડી નાખેલા.)

લગ્ન

વિયેનાના સેંટ સ્ટીફન કથીડ્રલમાં બંને પરણ્યાં. મોત્સાર્ટ સત્તાવીસનો હતો અને કૉન્સ્ટાન્ઝે ઓગણીસની હતી. આગલે જ દિવસે મોત્સાર્ટૅ સિમ્ફની નં. 35 (હાફનર, k 385) લખવી પૂરી કરેલી. લગ્ન પછી ત્રણ પિયાનો કન્ચર્ટો નં. 11, નં. 12 અને નં. 13 (k 413, k 414 અને k 415) તથા સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ (k 384) લખ્યાં. લગ્નને બીજે દિવસે સાલ્ઝબર્ગથી લિયોપોલ્ડે આશીર્વાદ અને નૅનર્લે અભિનંદન મોકલી આપ્યાં. પોતાના લગ્ન પછી મોત્સાર્ટનો નૅનર્લ સાથેનો પત્રવ્યવહાર સાવ અટકી ગયો. તો નવા સંબંધો પણ સ્થાપી શકાયા. કૉન્સ્ટાન્ઝાની બહેન જૉસેફા અને બનેવી હોફર બંને મોત્સાર્ટના અંતરંગ મિત્રો બન્યાં; તથા આલોઈસા અને બનેવી જૉસેફ લેન્જ પણ મોત્સાર્ટના મિત્રો બન્યાં. જૉસેફા અને હોફર તો મોત્સાર્ટના મૃત્યુ સુધી તેના દિલોજાન શુભેચ્છકો બની રહ્યાં.

કૉન્સ્ટાન્ઝે 1763ના જાન્યુઆરીની છઠ્ઠીએ જન્મેલી. પતિના મૃત્યુ પશ્ચાત્ એ અડધી સદીથી પણ વધુ સમય સુધી જીવેલી. છેક 1842ના માર્ચની છઠ્ઠીએ તે અવસાન પામી. મોટા ભાગના ઇતિહાસકારોએ એની પણ ખાસ્સી એવી ઉપેક્ષા કરી છે. પણ સાચી વાત એ છે કે એ એક પ્રેમાળ પત્ની અને એક સીધીસાદી ગૃહિણી હતી. એનામાં સંગીતની સૂઝ ઝાઝી નહોતી. પણ પતિપત્ની બંને પરસ્પર ગાઢ પ્રેમમાં હતાં એ બાબતમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ઢગલાબંધ કૃતિઓ મોત્સાર્ટે એને અર્પણ કરી છે પણ એ બધી જ અધૂરી રહી છે ! રોમૅન્ટિક લેખકોએ કૉન્સ્ટાન્ઝેને બેફિકર અને ઉડાઉ ચીતરી છે. પણ ખરું જોતાં મોત્સાર્ટના સંગીતના ગૌરવની સ્થાપના માટે એ થાક્યા વગર પ્રયત્નો