પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૫૫
 


વ્યસ્ત બન્યો. એમાંથી એની કમાણી ચાલુ થઈ. એનું મોટા ભાગનું ચૅમ્બર મ્યૂઝિક (ડ્યુએટ્સ, ટ્રાયોઝ, ક્વાર્ટેટ્સ, ક્વીન્ટેટ્સ, વગેરે) તથા મોટા ઑર્કેસ્ટ્રા માટેની સિમ્ફનીઓ અને કન્ચર્ટો જાહેર જનતા માટેના એ જલસા માટે જ સર્જાયેલા. 1785માં એણે છ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ લખ્યા અને હાયડનને અર્પણ કર્યા. 1786માં સ્ટેફાનીએ લખેલું એક નાટક ‘ધ ઈમ્પ્રસારિયો’ વિયેનામાં ભજવાયું. એમાં સામેલ ગથેના એક ગીત ‘ધ વાયોલેટ’ને મોત્સાર્ટે સંગીતમાં ઢાળ્યું. એ મોત્સાર્ટનું સૌથી વધુ પોપ્યુલર ગીત છે. એ જ વખતે મોત્સાર્ટે એક ખૂબ જ સુંદર કૃતિ ચૅમ્બર ઓર્કેસ્ટ્રા માટે લખેલી : ‘એઈને ક્લેઈને નેખ્મુઝિક’ (A little night music) સેરેનેડ (k 525).

ફ્રીમેસનરી સંપ્રદાયનો અંગીકાર

1784માં મોત્સાર્ટે ફ્રીમેસનરી સંપ્રદાય અંગીકાર કર્યો. હવે એ ખ્રિસ્તી રહ્યો નહિ. એ વર્ષોમાં એના મનમાં મૃત્યુ જ ઘોળાતું રહેલું. પણ એનો સ્વભાવ તો હંમેશની માફક બહુ મશ્કરો, આનંદી અને ખુશમિજાજ જ રહ્યો. કદાચ અત્યંત નજીક આવી ગયેલું પોતાનું મૃત્યુ એ આગોતરું કળી ગયો હોવો જોઈએ. એટલું જ નહિ, એથી પણ નજીક આવી ગયેલું પોતાના પિતાનું મૃત્યુ પણ એ કદાચ કળી ગયેલો. પિતાના મૃત્યુના ચોવીસ દિવસ પહેલાં જ 1787ના એપ્રિલની ચોથીએ એણે લિયોપોલ્ડને લખેલું :

ખરું જોતાં માનવીના જીવનનો સાચો અંત તેમ જ સાચું ધ્યેય મૃત્યુ જ છે. એ સાચા અને શ્રેષ્ઠ મિત્ર સાથે છેલ્લાં થોડાં વરસોમાં મેં એટલી બધી આત્મીયતા કેળવી છે કે એના વિચારથી મને ત્રાસ થવાને બદલે શાંતિ અને આનંદ મળે છે. મૃત્યુમાં સાચો મિત્ર શોધવાનો અને ઓળખવાનો ઈશ્વરે મને આનંદ આપ્યો એ બદલ હું એનો આભાર માનું છું. રાતે પથારીમાં લંબાવતી વખતે રોજ મને વિચાર આવે છે કે બીજે દિવસે હું કદાચ પથારીમાંથી જીવતો ના પણ ઊઠું ! છતાં મને ઓળખનાર