પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૫૭
 

જ પોન્તીને લેખન વ્યવસાયમાં ધકેલેલો. લોરેન્ઝો મૂળમાં તો એક પાદરી હતો, પણ અનૈતિક દુરાચારને કારણે ચર્ચે તેને તગેડી મૂકેલો. સાલિયેરીના આમંત્રણથી સાલિયેરીના ઑપેરાઓના લિબ્રેતો લખવા માટે તે ડ્રૅસ્ડનથી વિયેના આવી વસેલો. આમ તે સાલિયેરી સાથે સંકળાયેલો હોવાથી મોત્સાર્ટ શરૂ શરૂમાં તેના અંગે શંકાશીલ રહેતો. પણ દિ પોન્તી તો આખરે મોત્સાર્ટનો વફાદાર મિત્ર બની રહ્યો, એટલું જ નહિ, મોત્સાર્ટની પ્રતિભાને નિખારવામાં તે સહાયક બન્યો. 1838માં તે ન્યૂ યૉર્કમાં કંગાળ હાલતમાં મૃત્યુ પામેલો.

પિયારે ઑગુસ્તીન કારોં દ બ્યુમાર્કાઈ

એક ફ્રેંચ ઘડિયાળીને ત્યાં તે પેરિસમાં 1732માં જન્મેલો. તે પોતે એક મૌલિક મિકૅનિક હતો અને પોતે કરેલી શોધખોળોના માલિકીહક્ક માટે એણે કાયદાકીય પગલાં ભરવા પડેલાં. 1773માં તે ફ્રાંસના રાજા લૂઈ પંદરમાં અને સોળમા માટે શસ્ત્રો ખરીદવા બ્રિટન અને અમેરિકાની ગુપ્ત મુલાકાતે ગયેલો. એક નાટ્યકાર તરીકેની તેની ખ્યાતિ વધતી જતી હોવા છતાં તે સટ્ટામાં વારંવાર ઝંપલાવતો. અમેરિકન ક્રાંતિકારીઓ માટે તેણે શસ્ત્રો ખરીદેલાં. વૉલ્તેરના સમગ્ર સાહિત્યની પહેલી આવૃત્તિ પણ તેણે જ પ્રકાશિત કરેલી. તેણે ભેગી કરેલી સંપત્તિને કારણે 1792માં ફેંચ ક્રાંતિ દરમ્યાન તેની ધરપકડ થયેલી, પણ તેની એક ભૂતપૂર્વ રખાતે વગ વાપરીને તેને છોડાવેલો. 1799માં પૅરિસમાં તે મૃત્યુ પામેલો.

ફિગારો

તત્કાલીન ઑસ્ટ્રિયન સમ્રાટ જૉસેફ બીજો અત્યંત જાગ્રત, સંસ્કારપ્રેમી, વિદ્યાપ્રેમી અને કલાપ્રેમી હતો. પણ અન્ય વિયેનાવાસીઓની જેમ જ સંગીતમાં એની રૂચિ પૂર્ણતયા ઇટાલિયન હતી. દુર્ભાગ્યે જર્મન રાષ્ટ્રીય ઑપેરાની સ્થાપના કરવાની ચળવળને એણે