પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
મોત્સાર્ટ અને બીથોવન
 

કદી હૃદયપૂર્વક ટેકો આપ્યો નહિ. જો એવો ટેકો એ આપી શક્યો હોત તો મોત્સાર્ટનો ‘સેરાલિયો’ જર્મન ઑપેરાનો પાયાનો પથ્થર બની રહેત. ઇટાલિયન ઑપેરાના ચલણના એ દિવસોમાં સેંકડો લિબ્રેતો મોત્સર્ટે હાથમાં લીધા પણ એ બધા નાપસંદ પડતાં એમને પડતા મૂકી ઇટાલિયન લેખક લોરેન્ઝો દિ પોન્તી સાથે મળીને મોત્સાર્ટે ‘મૅરેજ ઑફ ફિગારો’ (લ નોત્ઝે દિ ફિગારો) ઑપેરા તૈયાર કર્યો. મૂળ ફ્રેંચ લેખક બ્યુમાર્કાઈ(1732-1799)ની કૉમેડી પરથી તફડંચી કરીને પોન્તીએ ‘મૅરેજ ઑફ ફિગારો’ના સંવાદો લખેલા. પિયેરે ઑગુસ્તીન કારોં દ બુમાર્કાઈએ ત્રણ કૉમેડી નાટકોની ત્રિપુટી લખેલી :

લા બાર્બેઈ દ સેવિલે (1775), મૅરેજ ઑફ ફિગારો (1778), લૌત્રે તાર્તુફે (1792).

1784માં મૅરેજ ઑફ ફિગારો કૉમેડી પહેલી વાર નાટક રૂપે પેરિસમાં ભજવાઈ. પણ ફ્રેંચ રાજા લૂઈએ ફેંચ ક્રાંતિના વૈતાલિક જેવાં આ ત્રણે નાટકો તરત જ પ્રતિબંધિત કર્યા કારણ કે એને એ અશ્લીલ લાગ્યાં. છતાં લોકોને તો એ એટલું ગમેલું કે તરત જ બાકીની યુરોપિયન ભાષાઓમાં ફટાફટ એના અનુવાદો પ્રગટ થયા. એકલી જર્મનમાં જ એના સોળ અનુવાદો થયેલા. ફ્રેંચ રાજાને એ ત્રણે કૉમેડીમાંનું મુખ્ય પાત્ર – એટલે કે નાયક – ફિગારો ભારે બેશરમ અને ગુસ્તાખીખોર લાગ્યો. ઉપરાંત એ ત્રણેમાં ફ્રેંચ શ્રીમંતોમાં પેઠેલી વિલાસિતા અને સડા પર તીખા કટાક્ષ હતા અને ફ્રેંચ રાજસત્તા પર કડવી ટીકા હતી. પણ બ્યુમાર્કાઈની કૉમેડી ‘મેરેજ ઑફ ફિગારો’ પરથી ઑપેરા માટેનો લિબ્રેતો (પટકથા અને સંવાદ) તૈયાર કરવામાં પોન્તીએ મૂળ સોળ પાત્રોમાંથી અગિયાર જ રાખ્યાં, પાંચ અંકનું ચાર જ અંકમાં ગઠન કર્યું અને કેટલાંક દૃશ્યોનો ક્રમ ઊલટસૂલટ કર્યો તથા શ્રીમંતો પરના કટાક્ષો અને રાજકીય પ્રહારોને પડતા મૂક્યા. વળી વાક્યરચનાઓ સાવ સાદી અને ટૂંકી કરી નાંખી જેથી