પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૬૩
 


તરત જ હું મોત્સાર્ટ પાસે દોડી ગયો. એણે તો પોલીસને જઈને સમજાવવાની જીદ કરી, પેલા બુસાનીને પકડીને પીટવાની જીદ કરી અને સમ્રાટને મળીને ફરિયાદ કરવાની જીદ કરી. એને શાંત પાડતાં પાડતાં મારે નાકે તો દમ આવી ગયો.

1787ના જાન્યુઆરીમાં કાઉન્ટ થુને મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝેનું પ્રાહામાં દબદબાભેર સ્વાગત કર્યું. કાઉન્ટ થુને એ બંનેને પોતાના ઘરમાં જ મહેમાન બનાવ્યા. એની મોત્સાર્ટ સાથે ગાઢ દોસ્તી થઈ. મોત્સાર્ટે ‘મૅરેજ ઑફ ફિગારો’ કન્ડક્ટ કર્યો. પ્રાહાનગરના લોકો એ ઑપેરા અને મોત્સાર્ટની પાછળ ઘેલા થઈ ગયા. વિયેનામાં રહેતા એક શિષ્યને મોત્સાર્ટે પ્રાહાથી કાગળમાં લખ્યું : “અહીં બધા જ લોકો ઉપર ફિગારો છવાઈ ગયો છે. દરેક માણસના હોઠ ઉપર ફિગારો જ રમે છે. લોકો સિસોટી પણ ફિગારોની કોઈ સૂરાવલિમાં જ વગાડે છે.” મહાન ઈટાલિયન સંગીતકાર મોન્તેવર્દીના ઑપેરાઓ પછી એ કક્ષાનો ઑપેરા જો કોઈ સર્જાયો તો તે છે ફિગારો. મોત્સાર્ટ સાલિયેરીનો ઑપેરા ‘પ્રિમા લા મુસિકા એ પોઇ લે પેરોલ’ (પહેલાં સંગીત, પછી શબ્દો) સાંભળ્યો. મોત્સાર્ટે નવી સિમ્ફની લખી, નં. 38 (k 504) અને પ્રાહાનગરને અર્પણ કરી.

ડૉન જિયોવાની

‘મૅરેજ ઑફ ફિગારો’ની સફળતાથી ઉશ્કેરાઈને કાઉન્ટ થુને મોત્સાર્ટ પાસે એક બીજો ઇટાલિયન ઑપેરા માંગ્યો. આ નવા ઑપેરા ‘ડૉન જિયોવાની’નો લિબ્રેતો પણ લોરેન્ઝો દિ પોન્તીએ જ લખી આપ્યો. અનંત કામવાસના ધરાવતા અને નજરે પડતી દરેક છોકરીને ભોળવીને ભ્રષ્ટ કરતા ફાંકડા રૂપાળા યુવાન ‘ડૉન જુઆન’ની સ્પૅનિશ લોકકથા યુરોપભરમાં વ્યાપક હતી. એના પરથી યુરોપ આખામાં સાહિત્યકારોએ કૃતિઓ રચેલી. ‘તીર્સો દે મોલીના’ તખલ્લુસ ધરાવતા સ્પૅનિશ સાધુએ નાટક ‘એલ બૂર્લેદોર દ સેવિલા,