પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૬૫
 


હુકમ કરતાં સમ્રાટ જૉસેફ બીજાએ જાહેર કર્યું :

આ ઑપેરા દૈવી છે, હું તો કહું છું કે ફિગારો કરતાં પણ વધુ સુંદર છે. પણ આ ચાવણું મારા વિયેનાવાસીઓના દાંતને લાયક નથી.

મોત્સાર્ટે જવાબ આપ્યો :

એમને ચાવવા માટે સમય તો આપો !

આ જ સમ્રાટે અગાઉ ફિગારોને અશ્લીલ જાહેર કરેલો !

1787ના મે મહિનામાં સાલ્ઝબર્ગથી પિતા લિયોપોલ્ડના મૃત્યુના સમાચાર આવ્યા. વ્યથા અને દુઃખ મોત્સાર્ટે બે ક્વિન્ટેટ (k 515 અને k 516) સર્જીને ઠાલવ્યા. લિયોપોલ્ડની સંપત્તિ નૅનર્લ અને મોત્સાર્ટ વચ્ચે અડધી અડધી વહેંચાઈ. બંનેને એક એક હજાર ગલ્ડન મળ્યા. ‘મૅરેજ ઑફ ફિગારો’ના વિયેના પ્રીમિયરમાં સુસાનોનું પાત્ર ભજવનાર બ્રિટિશ સોપ્રાનો ગાયિકા નૅન્સી સ્ટોરેસ વિયેના છોડી ઇંગ્લૅન્ડ ચાલી ગઈ, વાયોલિનિસ્ટ ગાઢ મિત્ર કાઉન્ટ હૅટ્ઝફેલ્ડ અવસાન પામ્યો. એ પ્રસંગે મોત્સાર્ટ પોતાની બહેનને છેલ્લી વાર મળ્યો. એ પછી બહેન સાથે એને કોઈ પત્રવ્યવહાર પણ થયો નહિ. ઘનિષ્ઠ મિત્ર ડૉ. સિગ્મુડ બારિસાની માત્ર ઓગણત્રીસ વરસની ઉંમરે અવસાન પામ્યો. વળી મોત્સાર્ટે પાંજરે પાળેલું પંખી સ્ટર્લિન્ગ પણ અવસાન પામ્યું. મોત્સાર્ટે આ પંખીના અવસાન અંગે લખ્યું : “યુવાનીમાં જ તે મૃત્યુના કડવા દર્દનું સત્ય પામી ગયું !”

1787ના ડિસેમ્બરની સત્તાવીસમીએ કૉન્સ્ટાન્ઝેએ પુત્રી થેરેસિયાને જન્મ આપ્યો, જે થોડા જ સમયમાં મરણ પામી.

1788ના નવેમ્બરની પંદરમીએ સંગીતકાર ગ્લકનું વિયેનામાં મૃત્યુ થયું. એના ખાલી પડેલા સ્થાન ‘કમ્પોઝર ઑફ ધ ઈમ્પીરિયલ ચેમ્બર’ પર સમ્રાટે મોત્સાર્ટની નિમણૂક કરી. ગ્લકને વર્ષે 2000