પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
મોત્સાર્ટ અને બીથોવન
 


બેસાડ્યો. એનો પ્રીમિયર શો મોત્સાર્ટે જ કન્ડક્ટ કરેલો અને સોલો ગાયિકા બીજી કોઈ નહિ પણ ખુદ આલોઇસિયા જ હતી ! કૉન્સ્ટાન્ઝેની માગણીને માન આપીને મોત્સાર્ટે થોડા ફ્યુગ લખ્યા. આ જ વર્ષે મોત્સાર્ટને એક નવો શિષ્ય પ્રિન્સ કાર્લ લિખ્નોવ્સ્કી મળ્યો. પ્રુશિયન લશ્કરમાં અફસરનો હોદ્દો ધરાવતો એ ખાનદાની શ્રીમંત નબીરો હતો અને સાથે ફ્રીમેસન સંપ્રદાયના સભ્ય પણ હતો.

1789ના એપ્રિલમાં મોત્સાર્ટે પોતાના યુવાન મિત્ર પ્રિન્સ લિખ્નોવ્સ્કી સાથે પ્રાહા ઉપરાંત ડ્રેસ્ડન, લિપ્ઝિક, પૉટ્સ્ડેમ અને બર્લિનની યાત્રા કરી. મોત્સાર્ટને આશ્ચર્ય થયું કે બધે જ એની ખ્યાતિ પ્રસરી ચૂકી છે ! પ્રુશિયાની રાણી આગળ મોત્સાર્ટે પિયાનો વગાડ્યો, પણ એક કાણી કોડી એ રાણીએ પરખાવી નહિ ! પછી પ્રાહા જઈ તેણે કોરોનેશન કન્ચર્ટો વગાડ્યો અને બોહેમિયા ખાતેના રશિયન એલચી સાથે જમણ લીધું. થોડા દિવસો પછી જે. એસ. બાખના માદરે વતન લિપ્સિકમાં મોત્સાર્ટ પહોંચ્યો. અહીં સેંટ થોમસ ચર્ચમાં જે ઓર્ગન પર મહાન બાખ સંગીત વગાડતો તે જ ઑર્ગન પર મોત્સાર્ટે બાખનું જ એક કોરલ વગાડ્યું. મોત્સાર્ટના એ વાદનમાં બાખના શિષ્યોને પોતાના મહાન ગુરુનો સ્પર્શ સાંભળવા મળ્યો ! આ સમયના મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝેના એકબીજાને લખેલા પત્રો કાં તો ખોવાઈ ગયા છે અથવા તો તેમને કૉન્સ્ટાન્ઝેએ ફાડી નાંખ્યા છે. વિયેના છોડ્યાને પાંચ અઠવાડિયાં વીત્યા પછી મોત્સાર્ટ બર્લિન પહોંચ્યો. ત્યાં મોત્સાર્ટના એક જલસામાં એક રસપ્રદ ઘટના બની. ઑડિટોરિયમમાં જલસો શરૂ થાય તે અગાઉ મ્યૂઝિક ડૅસ્ક્સ ઉપર ગ્રે રંગનો કોટ પહેરેલો એક માણસ નજર ફેરવી જતો સોળ વરસના ટીક નામના છોકરાને દેખાયો. ટીકે એ અજાણ્યા માણસને કહ્યું, "મોત્સાર્ટના ઑપેરાઓનો હું આશિક છું!” અજાણ્યા માણસના મોં ઉપર ખુશીની લહેર ફેલાઈ ગઈ. પછી તો જલસો શરૂ થતાં આ