પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૬૯
 


અજાણ્યો માણસ પણ ટીકની જેમ જ ઑડિયન્સમાં બેસી ગયો. પણ એ અજાણ્યો કોણ હતો તેની તપાસ ટીકે શરૂ કરી. ટીકને જ્યારે માલૂમ પડ્યું કે તે અજાણ્યો બીજો કોઈ નહિ પણ મહાન મોત્સાર્ટ ખુદ હતો ત્યારે તે આનંદથી ઝૂમી ઊઠ્યો. બર્લિનથી મેઈન્ઝ થઈ મોત્સાર્ટ મેન્હીમ ગયો. ત્યાં મોત્સાર્ટના સંગીતના જલસા માટેના એક રિહર્સલમાં એક સંગીતકારે મોત્સાર્ટને કોઈ ડાફોળિયાં મારતો ફાલતુ શ્રોતા સમજી બેસી રિહર્સલ સાંભળતો અટકાવી હડધૂત કરી તગેડી મૂકવા પ્રયત્ન કર્યો. મોત્સાર્ટે કહ્યું : “તમે મોત્સાર્ટને તો જરૂર સાંભળવા દેશો !” આ સાંભળી પેલા સંગીતકારે છોભીલા પડીને તરત જ માફી માંગી લીધી. પણ આ બધા જર્મન નગરોના પ્રવાસ અને ત્યાં કરેલા જલસાઓથી મોત્સાર્ટને કોઈ આર્થિક ફાયદો થયો નહિ ! એની હાજરી દરમ્યાન બર્લિનમાં એનો ઑપેરા ‘સેરાલિયો’ બે વાર ભજવાયો. યાત્રા પૂરી કરીને મોત્સાર્ટ ચોથી જૂને વિયેના પાછો આવ્યો. આવક વધારવા માટે મોત્સાર્ટે વધુ શિષ્યો સ્વીકાર્યા. 1789ના નવેમ્બરની સોળમીએ કૉન્સ્ટાન્ઝેએ બીજી પુત્રી આના મારિયાને જન્મ આપ્યો જે જન્મતાંવેત જ સ્વર્ગે સિધાવી.

નવા સમ્રાટ લિયોપોલ્ડ બીજાની યુવાન રાજકુમારીના સંગીતશિક્ષક થવા માટે મોત્સાર્ટે 1790માં અરજી કરી, પણ તેને તરત જ નામંજૂર કરવામાં આવી. એ પદ પ્રતિસ્પર્ધી બુઝુર્ગ સાલિયેરીને મળ્યું. આ પ્રકારની નિષ્ફળતા મોત્સાર્ટને મળે ત્યારે તેમ જ વિયેના સમ્રાટો મોત્સાર્ટના ઑપેરાની કદર ન કરે ત્યારે હિતેચ્છુ હાયડન ખિન્ન થઈ જતો. આ જ વર્ષે એસ્ટર્હેઝી પરિવારનો ઑર્કેસ્ટ્રા વિખેરાઈ જતાં હાયડન દસ વરસ સુધી એટલે કે 1790થી 1800 સુધી જવાબદારીમાંથી મુક્ત થયો. પણ તે પરિવારે એ દસ વરસ સુધી હાયડનને પૂરો પગાર ચૂકવવો ચાલુ રાખ્યો ! 1800માં હાયડન ફરી પાછો તે ઑર્કેસ્ટ્રાનો ડાયરેક્ટર બનેલો. મોત્સાર્ટે પ્રુશિયન