પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્ફુટ થયું, આ કારણે ‘રોમૅન્ટિસિસ્ટ’ સંગીતનો પ્રારંભ કરનાર સંગીતકારો તરીકે મોત્સાર્ટ અને બીથોવન પંકાયા.

નાટ્યોચિત સૂરાવલિઓ દ્વારા પાત્રોના અંતરમનમાં રહેલા છૂપા ભાવોને પ્રકટ કરવાનું મોત્સાર્ટનું સામર્થ્ય અપૂર્વ અને અનન્ય ગણાયું છે. પાત્રોના મનમાં ચાલતાં મંથનોને સૂરાવલિઓ દ્વારા મંચ પર દર્શકો–શ્રોતાઓ સમક્ષ વ્યક્ત કરવાની એની કાબેલિયત પર આજે પણ લોકો એટલા મંત્રમુગ્ધ છે કે યુરોપ અને પૂર્વ એશિયામાં એના ઑપેરાનું વારંવાર મંચન થાય છે.

મોત્સાર્ટ અને બીથોવનની કૃતિઓમાં એકાદ સ્વરની અડધી શ્રુતિ આઘીપાછી કરવામાં આવે કે સમયાંતરાલમાં પા સેકંડ આઘીપાછી કરવામાં આવે તો કૃતિની સમતુલા ખોરવાઈ જતી જોવા મળે છે. તેથી જ એ કૃતિઓ પૂર્ણ તથા સર્વાંગસુંદર બંદિશ ગણાય છે. પૂર્ણતાને શિખરે બિરાજતી એ બધી કૃતિઓ આ જ કારણે ‘ક્લાસિકલ’ – પ્રશિષ્ટ ગણાય છે.

૨૦૦૫
અમદાવાદ
– અમિતાભ મડિયા
 


નોંધ

આ પુસ્તક પ્રગટ કરવા બદલ નવભારત સાહિત્ય મંદિર તથા શ્રી મહેન્દ્રભાઈ પી. શાહનો આભાર માનું છું. જહેમતપૂર્વક પ્રૂફવાચન બદલ શ્રી દીપકભાઈ ઠાકરનો આભારી છું.

૨૦૦
અમદાવાદ
– અમિતાભ મડિયા