પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
મોત્સાર્ટ અને બીથોવન
 


ક્વાર્ટેટ્સ લખવા શરૂ કર્યા પણ તેણે ખૂબ જ માનસિક તણાવ અનુભવ્યો. તે માત્ર બે જ ક્વાર્ટેટ્સ લખીને અટકી ગયો. 1790માં જ મોત્સાર્ટને એક નવો શિષ્ય મળ્યો : સૂસ્માયર. મોત્સાર્ટે તેનું લાડકું નામ પાડ્યું : સ્નાઈ. એવામાં કૉન્સ્ટાન્ઝેના પગે જખમે થયેલો એ પાકી ગયો. ખનીજો ધરાવતા ગરમ પાણીના પ્રાકૃતિક ઝરામાં એ પગ ડુબાડી રાખવાની સારવાર લેવા બૅડન નગરે ગઈ. મોત્સાર્ટ એકલો પડ્યો. વધુ પડતા મળતાવડા સ્વભાવની પોતાની ભલી પત્ની કૉન્સ્ટાન્ઝેને મોત્સાર્ટે પત્રમાં લખ્યું: “તું પુરુષો જોડે છૂટ લેતી નહિ. તારી જાતને સસ્તી બનાવી મૂકીશ નહિ.” એ જ વરસે લંડનની ઓપેરા કંપનીના ડાયરેક્ટર રોબર્ટ ઓરેલીએ 300 પાઉન્ડમાં એક લેખે કુલ બે નવા ઑપેરા મોત્સાર્ટ પાસે માંગ્યા. પણ આ માટે રિહર્સલ્સ દરમિયાન છ મહિના લંડનમાં પોતાને ખર્ચે રહેવું પડે એમ હતું, અને પૈસા તો છ મહિનાને અંતે ભજવણી વખતે મળે એમ હતા. એટલે પૈસાને અભાવે આ તક મોત્સાર્ટે છોડવી પડી. પછી ઓરેલીએ હાયડન પાસે બે સિમ્ફની માંગી. એ તક હરીફ બુઝુર્ગ મિત્ર હાયડને ઝડપી લીધી. હાયડન લંડન પહોંચી ગયો ! મોત્સાર્ટ જોતો જ રહી ગયો. આ આઘાત મોત્સાર્ટ માટે જેવોતેવો નહોતો. પરસ્પરથી છૂટા પડતી વેળા હાયડન અને મોત્સાર્ટ બંનેએ ગમગીની અને ગ્લાનિ અનુભવી.

કોસી ફાના તુત્તી

પણ સાવ હતાશ થવાનું કારણ પણ નહોતું. મૃત્યુ પામતા પહેલાં સમ્રાટ જૉસેફ બીજાએ એને નવો ઇટાલિયન ઑપેરા લખવાનું કામ સોપેલું; અને એને સ્થાને નવા આવેલા સમ્રાટે એ માટે સંમતિ આપેલી. એ લખાઈ રહ્યો એટલે એનો પ્રીમિયર શો વિયનોમાં થયો. આ કૉમિક ઑપેરા હતો : ‘કોસી ફાન તુત્તી’ (બધી એવી જ હોય છે). સમ્રાટ જૉસેફ બીજાએ જાતે જ લોકકથાઓમાંથી