પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૭૧
 

એનો વિષય પસંદ કરીને લોરેન્ઝો દિ પોન્તી પાસે એનો લિબ્રેતો લખાવેલો. આ ઑપેરા એના પ્રીમિયર શો સુધી પણ પહોંચે નહિ એ માટે સાલિયેરીએ શક્ય તેટલાં વિઘ્નો ઊભાં કરેલાં; પણ છતાં એ તો ભજવાઈને જ રહ્યો. પણ પ્રીમિયર શોમાં જ ઑપેરા તદ્દન ફ્લૉપ ગયો. અને બીજા દસ શો પછી તો સાવ ઠપ્પ થઈ ગયો. વિવેચકોએ પોન્તીના સંવાદોને સાવ વખોડી કાઢ્યા પણ મોત્સાર્ટના સંગીતને ખૂબ વખાણ્યું. તટસ્થ આધુનિક વિવેચન આ અભિપ્રાયને સમર્થન આપે છે.

ક્લેરિનેટ વાદક એન્ટોન સ્ટેડ્‌લર માટે મોત્સાર્ટે ક્લેરિનેટ ક્વીન્ટેટ (k 581) અને ક્લેરિનેટ કન્ચર્ટો (k 622) લખી આપ્યા. ક્લેરિનેટ મોત્સાર્ટનું પ્રિય વાજિંત્ર હતું.

લા ક્લૅમેન્ઝા દિ તીતો

નવા સમ્રાટ લિયોપોલ્ડ બીજાના રાજ્યાભિષેક પ્રસંગ માટે સમ્રાટે મોત્સાર્ટ પાસે બીજો એક ઇટાલિયન ઑપેરા માંગ્યો. મેતાસ્તસિયો અને કાતેરિનો માત્ઝોલાએ લખેલા લિબ્રેતો ઉપરથી મોત્સાર્ટે માત્ર અઢાર જ દિવસમાં ઑપેરા રચી આપ્યો. બોહેમિયાના સિંહાસન પર સમ્રાટ આરૂઢ થવાના હોવાથી બધી જ ઉજવણીઓ પ્રાહા નગરમાં યોજાયેલી. અને એટલે એનો પ્રીમિયર શો પ્રાહામાં ગોઠવાયો. આ ઑપેરા હતો : ‘લા ક્લૅમેન્ઝા દિ તીતો’. (The Clemency of Titus) પ્રાહામાં ગાયિકા ડુશેકની વિલા બૅર્ટ્રામ્કા નામની કોઠીમાં મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે મહેમાન બનીને ઊતર્યાં. છઠ્ઠી સપ્ટેમ્બરે એ ઑપેરા ભજવાયો પણ સામ્રાજ્ઞીને એ ગમ્યો નહિ, એણે તો એને ‘જર્મન ગંદવાડો’ કહી નવાજ્યો. જર્મન પૂર્વગ્રહથી મુક્ત એવા મોત્સાર્ટના શુભેચ્છકો અને ચાહકોએ પણ જાહેર કર્યું કે આ ઑપેરા નિષ્ફળ છે. એક માન્યતા એવી છે કે એ ઑપેરા લખવામાં મોત્સાર્ટનું ચિત્ત હતું જ નહિ અને એના શિષ્ય સુસ્માયરે