પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
મોત્સાર્ટ અને બીથોવન
 


મારી શક્તિ અને ટૅલેન્ટનાં ફળ ચાખ્યા વિના જ હું મારા અંત આગળ આવી પહોંચ્યો છું. મારું જીવન કેટલું સુંદર હતું ! મારી કારકિર્દી કેવા શુભ સંકેતો સાથે શરૂ થઈ હતી ! પણ નિયતિને કેવી રીતે બદલી શકાય ? કોઈ પણ માણસ પોતાનું જીવન કેવી રીતે માપી શકે ? આખરે તો ઝૂકવું જ પડે છે; ઈશ્વરની ઈચ્છાને આધીન થવું જ પડે છે. મારો રિક્વિયમ માસ અધૂરો પડતો મૂકવો મને નહિ પાલવે. (સપ્ટેમ્બર 1791)

મૃત્યુસંધ્યા

મૃત્યુને આગલે જ દિવસે ચોથી ડિસેમ્બરે મોત્સાર્ટ પથારીમાં બેઠો થઈને રિક્વિયમ માસનો અધૂરો સ્કોર લઈ તેમાંથી ‘લૅક્રીમોસા’ ભાગમાંથી ઍલ્ટો ગાવા માંડ્યો. બાજુમાં બેઠેલો સાઢુ હોફર (જૉસેફાનો પતિ) ટેનર ગાવા માંડ્યો અને શેક સોપ્રાનો ગાવા માંડ્યો. પણ મોત્સાર્ટ થોડુંક જ ગાઈને થાકી ગયો એટલે અટકી ગયો. પછી અધૂરો રહેલો ‘રિક્વિયમ માસ’નો સ્કોર લઈને પૂરો કરવા બેઠો. પોતે બોલતો ગયો અને શિષ્ય સૂસ્માયર એ પ્રમાણે સ્કોરમાં નોટેશન લખતો ગયો. પણ કામ ખાસ આગળ ચાલ્યું નહિ. મરણપથારીએ મોત્સાર્ટે સૂસ્માયર પાસેથી એક વચન લીધું – પોતાનો અધૂરો રિક્વિયમ માસ પૂરો કરી આપવાનું. મોત્સાર્ટના મૃત્યુ પછી સૂસ્માયરે આ વચનનું પાલન કર્યું. એટલામાં સાળી સોફી ખબર કાઢવા આવી. એને મોત્સાર્ટે આજ રાત અહીં બહેન જોડે રોકાઈ જવા આગ્રહ કર્યો. સાસુ ફ્રાઉ વેબર જમાઈની તબિયતના સમાચાર મળતાં જ ગભરાઈ ગયેલી. પછી તરત જ બજારમાં ગયેલી કૉન્સ્ટાન્ઝે આવી, પણ ઘરમાં પેસતાં જ એણે મોત્સાર્ટને સ્કોર પર કામ કરતો જોયો એટલે ચોંકી ગઈ. તરત જ એણે સ્કોર અધૂરી હાલતમાં જ બાજુ પર મુકાવીને મોત્સાર્ટને આરામ કરવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં મોત્સાર્ટને શ્વાસ લેવાની મુશ્કેલી થઈ. નજીક આવેલો અંત પારખીને કૉન્સ્ટાન્ઝેએ