પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૭૫
 


ચર્ચમાંથી પાદરીઓને બોલાવ્યા. પણ મોત્સાર્ટે ફ્રીમેસનરી સંપ્રદાય અંગીકાર કર્યો હોવાથી પાદરીઓ આવ્યા જ નહિ. મધરાતે ધગધગતા કપાળ પર કૉન્સ્ટાન્ઝેએ બરફ મૂક્યો ને તરત જ મોત્સાર્ટ કોમામાં સરી ગયો. તરત મોત્સાર્ટના ડૉક્ટર કૉસેફને બોલાવ્યો. એ થિયેટરમાં ‘ઝુબેરફ્‌લોટ’ જોવા ગયેલો, ત્યાંથી એને પકડ્યો. પણ એ આવ્યો ત્યાં સુધીમાં તો ખેલ ખલાસ થઈ ગયો. લોહીમાં યૂરિયા જમા થવાનું કારણ મૃત્યુ માટે જવાબદાર હતું. એની કિડનીઓ ખલાસ થઈ ગયેલી. એનો રોગ હતો યુરેમિયા. મોત્સાર્ટના મૃત્યુ પછી સાળી સોફીએ નોંધેલું : “મોત્સાર્ટે કરેલું છેલ્લું કામ તે રિક્વિયમ માસમાં ઢોલ–(ટિમ્પની)ની ગોઠવણી માટેના મૌખિક અવાજો.”

મૃત્યુ

71791ના ડિસેમ્બરની પાંચમી તારીખે પરોઢે એક વાગ્યે મોત્સાર્ટનું મૃત્યુ થયેલું. એ વખતે એની પથારીની બાજુમાં જ કૉન્સ્ટાન્ઝે, સાઢુ હોફર, સાળી સોફી અને શિષ્યો શેક અને સૂસ્માયર બેઠેલાં. મીણની આકૃતિઓની ગૅલરીના માલિકને બોલાવ્યો. એણે મોત્સાર્ટના ચહેરાનું મોલ્ડ-બીબું લીધું; પણ એ જળવાયું નથી. કારણ કે થોડા સમય પછી આવેશમાં આવી જઈ કૉન્સ્ટાન્ઝેએ તે તોડી નાખેલું. તરત જ સમગ્ર વિયેનામાં મોત્સાર્ટના મૃત્યુના ખબર પ્રસરી ગયા. મોત્સાર્ટનો ડચ મિત્ર બેરોન તરત જ આવ્યો. એણે અંતિમ સંસ્કારવિધિ પાછળ ઓછામાં ઓછો ખર્ચ કરવાની કૉન્સ્ટાન્ઝેને સૂચના આપીને વિદાય લીધી. બે દિવસથી કાતિલ ઠંડી પડી જ રહી હતી. પણ હવે સુસવાટાભર્યા પવન સાથે જોરદાર બરફ વરસવો શરૂ થયો, જે કેમે કર્યો અટક્યો જ નહિ. એના અટકવાની બે દિવસ સુધી રાહ જોઈ જોઈને થાક્યા પછી આખરે એક સાદું કૉફિન ખરીદી મંગાવી છઠ્ઠીએ બપોરે ખભે કૉફિન ઊંચકીને વરસતા બરફ અને પવનની જોરદાર આંધીમાં સાડા ત્રણ ફૂટ ઊંચો બરફ