પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૭૯
 


મૃત્યુ અગાઉ કોઈ પાદરી સમક્ષ પોતાના મહાપાપનો એકરાર કર્યો. આ મહાપાપ તે મોત્સાર્ટના જીવનમાં પોતે ઓકેલું ઝેર. બનેલું એવું કે નૅનર્લ સોળ વરસની થઈ પછી પિતા લિયોપોલ્ડે તેની જાહેર જલસાની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધેલો; માત્ર મોત્સાર્ટ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરેલું, પછી લિયોપોલ્ડ નૅનર્લને કોઈ પણ સંગીતપ્રવાસે લઈ ગયેલો નહિ. નૅનર્લે માત્ર સંગીતનાં ટ્યૂશનો વડે જ સંતોષ માનેલો. મહાન ભાઈને ચોમેર મળતી વાહવાહ અને નામનાની એને કદી અદેખાઈ આવેલી નહિ. લિયોપોલ્ડે ભલે નૅનર્લની મૌલિક સંગીત રચનાઓમાં રસ લેવાનું બંધ કરેલું, પણ મોત્સાર્ટે એમાં રસ લેવાનો ચાલુ રાખેલો. નૅનર્લને તેના પતિથી પુત્ર જન્મેલો ખરો પણ તે બે મહિનામાં જ મરણ પામેલો. નૅનર્લનાં અંતિમ વર્ષોમાં તેની બીમારીને ધ્યાનમાં લઈને બ્રિટિશ સંગીતકારોએ નાણાકીય મદદ પણ મોકલેલી. મોત્સાર્ટના મૃત્યુ પછી બીજે જ વર્ષે નૅનર્લે કહેલું :

સંગીત સિવાયના જીવનનાં તમામ પાસાંઓમાં મોત્સાર્ટ મોટા થયા પછી પણ વત્તેઓછે અંશે બાળક જ રહેલો. આ જ તેના જીવનનું એક નકારાત્મક પાસું ગણી શકાય. માતા, પિતા કે બીજા બુઝુર્ગની જરૂર તેને હરહંમેશ રહેતી જ. એને પૈસાની તો ગતાગમ જ નહોતી. આવે તે પહેલાં જ પૈસા તેના હાથમાંથી સરકી જતા. પિતાની ઇચ્છા વિરુદ્ધ તેણે એક એવી છોકરી સાથે લગ્ન કર્યું જે તેને લાયક નહોતી.

ઓગણીસમી સદીના આરંભથી જ એક વિષય તરીકે મોત્સાર્ટે સાહિત્યકારો અને સંગીતકારોનું ધ્યાન ખેંચેલું. મહાન રોમૅન્ટિક કવિ પુશ્કિને ‘મોત્સાર્ટ ઍન્ડ સાલિયેરી’ નામનું રશિયન ભાષામાં પદ્યનાટક લખ્યું. મોત્સાર્ટને શક હતો કે પ્રતિસ્પર્ધી બુઝુર્ગ સાલિયેરી ઈર્ષ્યાના આવેશમાં આવી જઈ પોતાને ઝેર પણ પિવડાવે. આ શક્યતા આ નાટકનો તથા રિમ્સ્કી-કોર્સાકોવના એક ઑપેરાનો વિષય છે.