પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
મોત્સાર્ટ અને બીથોવન
 


વુલ્ફગૅન્ગ હિલ્ડેશીઝરે 1971માં મોત્સાર્ટની જીવનકથા લખી. તેના આધારે પીટર શેફરે 1979માં નાટક ‘એમેડિયસ’ ભજવ્યું. એમાં મોત્સાર્ટનું બાળસહજ નિર્દોષ માનસ પ્રગટ થાય છે. એના પરથી મિલોસ ફોર્મેને 1984માં ફિલ્મ ‘એમેડિયસ’ બનાવી, જેને પાંચ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યા. એમાં મુખ્ય ત્રણ પાત્રો હતાં :

મોત્સાર્ટ – ટૉમ હુલ્સ; કૉન્સ્ટાન્ઝે – એલિઝાબેથ બૅરિજ; સાલિયેરી – મુરે એબ્રાહમ.